________________
આ રીતે અનેકાન્તવાદના જે ચાર સંયોગોને લક્ષમાં લેવાના હોય છે તે ચારે લક્ષણો હાલની ન્યાયિક પ્રક્રિયામાં પણ લક્ષમાં લેવાની જરૂર રહે છે.
ફોજદારી કેસોમાં પુરાવાની તુલનાના પ્રસંગે અમુક ચોક્કસ પ્રકારના સંજોગોમાં અનેકાન્તના સિધ્ધાંતો અજાણતા પણ કેવી રીતે લક્ષમાં લેવાય છે તે જોઈએ.
ફોજદારી રાહે ચાલતા કેસોમાં એક અગત્યનો નિયમ એ હોય છે કે ગુનો કોણે કર્યો છે અને કેવા સંજોગોમાં કર્યો છે તે બાબતની સાહેદી કોર્ટ સમક્ષ સોગન ઉપર લેવાએલ હોય અને તહોમતદાર પક્ષને તેવા સાહેદની ઉલટ તપાસ કરવાની તક મળી હોય તો જ તેવા પુરાવાને આખરી નિર્ણય સમયે ધ્યાનમાં લઈ શકાય. પરંતુ આ બાબતમાં એક મોટો અપવાદ છે અને તે છે ગુનાને પરિણામે જેનું મૃત્યુ થયું હોય તેનું મરણોન્મુખ નિવેદન (Dying Declaration) જેમાં ગુનો કેવી રીતે બન્યો, શા માટે બન્યો વગેરે બાબતનો ખુલાસો મરનારે પોતે આપ્યો હોય. આવું નિવેદન સોગન ઉપરની જુબાનીમાં કોર્ટ સમક્ષ આપવામાં આવેલ ન હોય અને તે બાબતમાં મરનારની કોઈ ઉલટ તપાસ પણ ન થઈ હોય તો પણ તેને એક અગત્યના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. જે બીજા કોઈ પુરાવાના ટેકા વિના પણ કોર્ટ સ્વીકારી શકે છે. તેમ કરવામાં ફક્ત એટલી જ કાળજી રાખવાની હોય છે કે તેવું નિવેદન મરનારે પોતાની સ્વેચ્છાથી અને બહારના કોઈ તત્ત્વોની શીખામણ કે ઉશ્કેરણીથી કર્યું નથી.
આ પ્રકારના અપવાદ પાછળ જે સિધ્ધાંત સ્વીકારવામાં આવેલ છે તે એ છે કે મૃત્યુ જયારે સન્મુખ આવીને ઉભું હોય છે ત્યારે માણસ ખોટું બોલવાને પ્રેરાતો નથી - પરંતુ તેવું નિવેદન કોઈ બીજાની શીખામણ કે ઉશ્કેરણીથી થએલ હોય તો તે મરનારની સ્વેચ્છાથી થએલ ગણાય નહીં. એટલે કે ફક્ત તેના ઉપર જ આધાર રાખી છેવટનો નિર્ણય લઈ શકાય નહિ. આ રીતે મૂળભૂત સિધ્ધાંતમાં તેમજ તેના અપવાદમાં “ચાઅસ્તિ-નાસ્તિ”નો જ સ્વીકાર કરવામાં આવેલ છે તે સ્પષ્ટ છે.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિએ તકરારી વિષય બાબત કોર્ટ બહારની વ્યક્તિ પાસે કોઈ નિવેદન કરેલ હોય તો તે નિવેદન તેની કોર્ટ રૂબરૂની જુબાનીમાં દાખલ થઈ શકે. પરંતુ ગુનાની પોલીસ તપાસ દરમ્યાન તેણે પોલીસ રૂબરૂ જે નિવેદન કર્યું હોય તો તે મુખ્ય પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. કારણ કે પોલીસથી દબાઈને તે નિવેદન કર્યાનો સંભવ રહે છે. પરંતુ પોલીસ પાસે કરેલ નિવેદન જો કોર્ટમાં અપાએલ સોગન ઉપરથી જુબાનીથી વિરોધાભાસી હોય તો તેનો મર્યાદિત ઉપયોગ સાહેદની વિશ્વસનિયતા તોડવા
અનેકાન્ત દૃષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org