________________
આજ કારણસર બંન્ને પક્ષોને સાંભળ્યા સિવાય છેલ્લો નિર્ણય થઈ શકે નહી તે વાતનો સ્વીકાર કરે છે અને તેથી દિવાની કેસોમાં સીવીલ પ્રોસીજર કોડ અને ફોજદારી કેસોમાં ક્રીમીનલ પ્રોસીજર કોડ આ બાબતમાં વિસ્તારથી પ્રબંધો કરે છે. દિવાની કે ફોજદારી કેસોમાં બન્ને પક્ષો તરફથી પોતપોતાના મંતવ્યોની રજુઆત થાય તે બાદ જ કોર્ટે પોતાનો નિર્ણય કરવાનો રહે છે. પરંતુ આ રજુઆત થયા પહેલાં બન્ને પક્ષને પોત-પોતાના મંતવ્યોના સમર્થનમાં દસ્તાવેજી તથા મૌખિક પુરાવો આપવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે અને આ પુરાવાનું મુલ્યાંકન પણ અનેકાન્તના સિધ્ધાંતોને અનુરૂપ જ કરવામાં આવે છે. ઉપર જોયું તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના તત્વો કોઈપણ વસ્તુ કે વિધાનની સત્યતા સમજવા માટે અગત્યના હોય છે. જેની સમજણ પાન-૩૪ ઉપર આપવામાં આવી છે. દા.ત. કોઈ સાહેદે અમુક વિધાન કર્યું તે વિધાનની ચકાસણી કરતી વખતે કોર્ટે નીચેની હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. (૧) દ્રવ્યઃ વિધાન જે વ્યક્તિએ કરેલ હોય તે વ્યક્તિને અમુક રીતે વિધાન કરવાના
કોઈ ખાસ કારણ હોય જેવા કે, તે વ્યક્તિ કોઈપણ પક્ષકાર સાથે સંબંધ ધરાવતી હોય અગર કોઈપણ પક્ષકાર પ્રત્યે દ્વેષનું કારણ હોય તો તે ધ્યાનમાં લેવા જોઈએ. તેમજ તે વિધાન કરનાર વ્યક્તિનો અભ્યાસ, અનુભવ કે સામાજિક સ્થાન કયા પ્રકારનો છે તેની અંગત આબરૂ કેવા પ્રકારની છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. ક્ષેત્ર વિધાનમાં કહેલ હકીકતો કેવા ક્ષેત્રમાં બનવા પામેલ, તે ક્ષેત્રમાં વિધાનમાં જે બનાવ બન્યાનો ઉલ્લેખ હોય તે બનાવ બનવાનો કેવો સંભવ છે અને જો કાંઈ સંભવ હોય તો જે રીતે તે બન્યાનું કહેવાય છે તે રીતે જ બનાવનો સંભવ છે? કાળ : જે કાળે તકરારી બનાવ બન્યાનું વિધાન છે તે કાળે તે બન્યું હોય તે શક્ય છે? જો હા, તો તે કાળ એવો હતો કે બનાવની વિગતોનું નિરીક્ષણ યોગ્ય રીતે થઈ શકે? ભાવના સાહેદે જે વિધાન કરેલ છે તેની પાછળ તેની શી ભાવના છે. ઘણા માણસો તટસ્થતાથી સાહેદી આપતા હોય છે છતાં બન્નેમાંથી એક પક્ષ પ્રત્યેની અગર તો જે પ્રસંગને અનુલક્ષીને સાહેદી આપતા હોય તે પ્રસંગ પ્રત્યેની સહાનુભૂતિની અગર વિરોધની ભાવનાથી દોરવાઈને અમુક પ્રકારનું વિધાન કરતા હોય.
=અનેકાન્ત દૃષ્ટિ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org