________________
પ્રાચિન ભારતમાં કોઈપણ કેસમાં પુરાવો લેવાની પધ્ધતિ બે પ્રકારની હતી. અદ્યતન પધ્ધતિમાં જેને પુરાવાનો કાનુન (Evidence Act) કહે છે તે બાબતમાં યજ્ઞવાલક્ય નીચે મુજબ જણાવે છે.
प्रमाणं लिखितं भुक्तिः साक्षिण श्रेत कीर्तितम ।
एषामन्यतमाभावे दिव्या न्यतममुच्यते ।। કોઈપણ હકીકતનું પ્રમાણ - સાબીતિ આપવા માટે લેખીત પત્ર તથા મૌખિક સાહેદી તેમજ વસ્તુનો કબજો માન્ય રાખવામાં આવે છે તે ઉપરાંત “દિવ્ય” પુરાવો પણ સ્વીકારવામાં આવે છે. આ “દિવ્ય પુરાવો એ જાતનો હતો કે પોતાની હકીકતની સત્યતા સાબીત કરવા પક્ષકાર વિવિધ પ્રકારની યાતનામાંથી પસાર થવાની દરખાસ્ત કરતો. દા.ત. ઉકળતા તેલમાં હાથ નાંખવો વગેરે. આ જાતની પ્રથા દુનીઆના ઘણા પ્રાચિન સમાજોમાં હતી.
પરંતુ “દિવ્ય” પુરાવો આપવાની પ્રથા ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવતી જ્યારે બીજા સાહેદોનો મૌખિક કે દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ ન હોય. તે નીચેના કાત્યાયનના શ્લોક પરથી જણાશે.
__ क्रिया न दैविकी प्रोत्का विद्यमानेषु साक्षिषु ।
लेख्ये य सति वादेषु न दिव्यं न च साक्षिणः ।।
જ્યારે સાહેદો ઉપલબ્ધ હોય ત્યારે દિવ્ય પુરાવાની જરૂર નથી રહેતી અને જ્યારે દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ હોય ત્યારે મૌખિક પુરાવાની તેમજ “દિવ્ય પુરાવાની જરૂર રહેતી નથી.
પુરાવાને લગતા આ તમામ પ્રબંધો અનેકાન્તના સિધ્ધાંતોને અનુકુળ છે. “દિવ્ય પુરાવાની પધ્ધતિ આધુનિક કાનુનોમાં નથી. પરંતુ આધુનિક કાનુનોમાં પણ Special oath લઈ શકાય છે. જો પક્ષકારો કબુલ કરે કે તેમાંનો કોઈ એક પોતાના કેસની સત્યતા બાબત ખાસ પ્રકારના સોગન લે તો બીજો પક્ષ તેવી રીતે સોગન લેનારની વાતને કબુલ રાખે તે જાતના પ્રબંધો હાલના કાનુનમાં છે તે પ્રાચિન કાળના “દિવ્ય” પુરાવાના સિધ્ધાંતમાંથી જ આવેલ હોય તેમ જણાય છે. આધુનિક ન્યાયપધ્ધતિ અને અનેકાન્ત
| નયવાદના સિધ્ધાંતોથી આપણે જોયું કે કોઈપણ વસ્તુ કે પ્રસંગને વિવિધ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ તેની સાચી પરખ થઈ શકે. આધુનિક ન્યાય વિતરણની પધ્ધતિ
Gઅનેકાન્ત દષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org