________________
કરવાની પધ્ધતિમાં ફેરફાર થયો. પરંતુ તે બાદ પણ જેમ જેમ વિજ્ઞાનની આગેકુચ થતી ગઈ તેમ ગુણધર્મો નક્કી કરવાની વિચાર પધ્ધતિ પણ ફરતી ગઈ, જે બાબતની ચર્ચા નિર્ણય લેનાર વ્યક્તિના અભ્યાસ અને અનુભવ બાબતના બીજા તત્વ અંગે આપણે વિચાર કરીશું ત્યારે થશે.
આથી એક વાત સ્પષ્ટ થઈ કે મનુષ્ય માત્રના દરેક પ્રાસંગિક નિર્ણયમાં જે બે તત્ત્વો ઉપર જણાવ્યા મુજબના કામ કરે છે તેમાંનું પ્રથમ તત્ત્વ વસ્તુના ગુણધર્મો બાબતનું છે તે તત્ત્વ સ્વતઃ પરિપૂર્ણ નથી હોતું અને તેથી તે જેટલે અંશે અપૂર્ણ હોય તેટલે અંશે આપણે નિર્ણય પણ અપૂર્ણ રહે.
હવે નિર્ણય માટેના જવાબદાર બીજા તત્ત્વને લઈએ. ઉપર જણાવ્યું તેમ આ બીજું તત્ત્વ એ છે કે જે વ્યક્તિ નિર્ણય લે છે તે તેના પોતાના અભ્યાસ અને અનુભવની અપેક્ષાએ લે છે. દરેક વ્યક્તિનો અભ્યાસ તથા અનુભવ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે એટલે પરિણામે દરેક વ્યક્તિનો નિર્ણય પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે.
આ બીજા તત્ત્વ બાબતમાં જે મુખ્ય પ્રશ્ન વિચારવાનો રહે છે તે એ છે કે કોઈપણ વ્યક્તિ એવો દાવો નહીં કરી શકે કે તેનો અંગત અભ્યાસ કે અનુભવ સંપૂર્ણ છે. આવો સંપૂર્ણતાનો દાવો તો મિથ્યાભિમાની વ્યક્તિ જ કરી શકે. સંસારની મિથ્યાભિમાની વ્યક્તિઓની માનસ પ્રક્રિયા Normal (સ્વાભાવિક) નથી તેમ માનીને તેવા કિસ્સાઓ બાજુએ રાખીને આપણે આગળ વધીએ તો જણાશે કે આ સંસારની હેરક વ્યક્તિનું માનસ ઘડતર વિવિધ પ્રકારના સંયોગોથી થાય છે. તે વ્યક્તિના જન્મજાત સંસ્કારો, જે વાતાવરણ કે સમાજમાં તેનો જન્મ તથા ઉછેર થએલ હોય છે, તેની અભ્યાસ કક્ષા, સમાચાર માધ્યમોનો પ્રકાર, તેની બૌધ્ધિક ગ્રહણ શક્તિ વગેરે અનેક વસ્તુઓ દરેક માણસના વ્યક્તિત્ત્વને ઘડે છે અને તે વ્યક્તિના માનસ અભિગમ પણ તે મુજબનો જ રહે છે. આથી નિર્ણય લેનાર વ્યક્તિનો અંગત માનસ - અભિગમનો પ્રભાવ તે નિર્ણય ઉપર અત્યંત અસરકારક હોય છે. પરિણામ એ આવે કે એક જ વસ્તુ કે વિચાર બાબત વ્યક્તિ વ્યક્તિના નિર્ણયો વિવિધ પ્રકારના હોઈ શકે. પરંતુ તેમાંના તમામ નિર્ણય વ્યક્તિગત અપેક્ષાએ હોઈ કોઈપણ સંપૂર્ણ ન હોય. .
આઈન્સ્ટાઈનની સાપેક્ષતાના સિધ્ધાંતની શોધ બાદ હાઈસનબર્ગ અને વિદ્વાનોએ કવાટમ મીકેનીઝમની શોધ કરીને કહ્યું કે વસ્તુ કે વિચારનું ખરૂં સ્વરૂપ શું છે તેનો નિર્ણય ચોક્કસ રીતે થઈ શકે તેમ નથી કારણ કે જે વિચાર કે વસ્તુ નિર્ણયાધિન
અનેકાન્ત દષ્ટિ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org