________________
ચિંતન પ્રક્રિયાના બે તત્ત્વો
અનેકાન્તની તાત્વિક ભૂમિકા સમજવા માટે પ્રથમ આપણે એ સમજવું જોઈએ કે માણસ જયારે એક વસ્તુ કે વિચારનો નિર્ણય બાંધે છે ત્યારે તેના ચિતનમાં મુખ્યત્વે બે તત્ત્વો ભાગ ભજવે છે તે આ પ્રમાણે હોય છે. (૧) જે વસ્તુ કે વિચાર બાબત આપણે નિર્ણય લેવાનો હોય તે વસ્તુ કે વિચારના ગુણધર્મો શું શું છે? અને (ર) તે વસ્તુ કે વિચાર બાબત જે વ્યક્તિ નિર્ણય લે છે તેના અભ્યાસ અને અનુભવની મર્યાદા. આપણા જીવનના તમામ પ્રશ્નો બાબત જે તે સમયે આપણે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા હોઈએ તેનું અન્વેષણ અને વિશ્લેષણ કરશો તો તમને એમ જરૂર જણાશે કે આપણા નિર્ણય માટે ઉપરના બે તત્ત્વો જ મુખ્યત્વે જવાબદાર હતા. જો તેમ હોય તો હવે આપણે વિચારીએ કે જે આ બે તત્ત્વોએ નિર્ણય લેવામાં મુખ્ય ભાગ ભજવ્યો તે તત્ત્વો પોતે (સ્વત:) પરિપૂર્ણ હતા? જો તે બન્ને તત્ત્વો પરિપૂર્ણ હોય એટલે કે સંપૂર્ણ રીતે ક્ષતિઓથી મુક્ત હોય તો આપણે નિર્ણય સાચો હતો તેમ કહી શકાય. પરંતુ જો આ બંને તત્ત્વો પોતે જ ક્ષતિગ્રસ્ત અગર અપૂર્ણ હોય તો તેટલે અંશે આપણે નિર્ણય પણ ક્ષતિગ્રસ્ત હોય તે સ્વાભાવિક છે.
આથી હવે વિચારવાનું એ રહે છે કે ઉપર જણાવેલ બે તત્ત્વો મનુષ્યમાં સામાન્યતઃ સ્વતરૂપે પરિપૂર્ણ હોઈ શકે ? આ પ્રશ્નનો જવાબ નકારમાં મળશે કારણ પ્રથમ તો એ કે કોઈ પણ વસ્તુ કે વિચારના ગુણધર્મો અનંત છે. જેમાંના તમામ આપણને દષ્ટિગોચર થતાં નથી. વિજ્ઞાને પદાર્થના ગુણધર્મોની શોધ જેમ જેમ આગળ વધારી તેમ તેમ જણાતું ગયું કે પદાર્થના ઘણા અગત્યના ગુણધર્મોથી માનવ અજ્ઞાન હતો. ગુરૂત્વાકર્ષણનો નિયમ તો સૃષ્ટિઉત્પન્ન થઈ ત્યારથી જ અસ્તિત્ત્વમાં હતો. પરંતુ ન્યુટને તેની શોધ કરી તે પહેલાં તે બાબતની જાણ વિજ્ઞાનીઓને હતી નહીં અને તેને પરિણામે પદાર્થવિજ્ઞાનના ક્ષેત્રે ઘણા નિર્ણયો ક્ષતિગ્રસ્ત માલુમ પડ્યા. ત્યારબાદ ન્યુટનની શોધને પરિણામે એવી માન્યતા બંધાઈ કે પદાર્થો હરેક પરિસ્થિતિમાં અમુક ચોક્કસ રીતે જ વર્તન કરે છે. પરંતુ આધુનિક પદાર્થ વિજ્ઞાનના પ્રણેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધ્યું કે દરેક પદાર્થના ગુણધમો અમુક ચોક્કસ પરિધિમાં જ વર્તતા હોય છે તેવું નથી કારણ કે તેનું વર્તન બીજા ઘણા બાહ્ય પરિબળોને આધિન હોય છે એટલે વિવિધ પ્રકારની અપેક્ષાએ તે વર્તન અમુક સ્વરૂપ ગ્રહણ કરે છે. આ શોધને અંગ્રેજીમાં Theory of Relativity સાપેક્ષતાનો સિધ્ધાંત કહે છે. આ સિદ્ધાંતને પરિણામે પાછુ વસ્તુના ગુણધર્મો નક્કી
(અનેકાન્ત દષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org