________________
વિરોધાભાસ આવતો હશે તો તેનો ખુલાસો અનેકાન્તની દ્રષ્ટિએ સહેલાઈથી મળી જશે.
આપણા દરેકના અનુભવની વાત છે કે આપણી માનસિક સ્થિતિ સારી હોય ત્યારે કુદરતનું સૌન્દર્ય કે પ્રભાતના પક્ષીઓનો કલરાવ મીઠા લાગે પરંતુ તેજ સૌન્દર્ય કે કલરવ આપણી માનસિક કે શારીરિક અસ્વસ્થતામાં કોઈ આનંદ આપી શકતા નથી. આ રીતે જીવનની તમામ ઘટનાઓનું મૂલ્યાંકન સાપેક્ષ જ હોય છે. આ પ્રકારની સાપેક્ષતા અનેકાન્તનું રહસ્ય છે અને તે સારાએ જીવનમાં વ્યાપ્ત છે અને તેથી જ ઉપર જણાવ્યું તેમ આચાર્ય સિધ્ધસેન દિવાકરજીએ કહ્યું તેમ સમસ્ત સંસારનો વ્યવહાર તેના વિના અસંભવ છે. વસ્તુની ત્રણ અવસ્થા
ઉપર કહ્યું કે વસ્તુ તત્ત્વ “અનંત ધર્માત્મક” છે. તો પ્રશ્ન એ છે કે તેમ શા માટે છે? તેનો જવાબ એ છે કે આ સૃષ્ટિની તમામ વસ્તુઓ ત્રણ અવસ્થામાંથી પસાર થાય છે. આચાર્ય ઉમાસ્વાતિ “તત્વાર્થ સૂત્ર”માં વસ્તુનું અનેકાંતિક સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે “ઉત્પાદુ થય ગ્યાત્મન્ સત્ ” એટલે કે દરેક વસ્તુની ત્રણ અવસ્થા હોય છે. એક ઉત્પન્ન થવાની, બીજી વ્યય થવાની અને ત્રીજી તેના કાયમી (પ્રૌવ્ય) સ્વરૂપની. તેનું જે કાયમી સ્વરૂપ છે તેજ તેના બાહ્ય સ્વરૂપના વ્યય બાદ બીજા સ્વરૂપે તેને ઉત્પન્ન કરે છે. આ ત્રણે અવસ્થાઓ વસ્તુના ગુણધર્મોમાં વૈવિધ્ય પેદા કરે છે અને તે વૈવિધ્યના કારણે જ દરેક વસ્તુ “અનંત ધર્માત્મક” ગણાય છે.
વસ્તુનું જે ધ્રૌવ્ય સ્વરૂપ છે તેને સીધી રીતે ઓળખવું મુશ્કેલ છે. પરંતુ દરેક વસ્તુ તેના ગુણધર્મોથી ઓળખી શકાય છે, કારણ કે ગુણધર્મો ઈન્દ્રયજન્ય હોવાથી જાણી કે અનુભવી શકાય છે અને વસ્તુની પ્રોવ્ય અવસ્થાથી તેઓ સ્વતંત્ર નથી હોતા, તે વસ્તુમાંથી જ ઉત્પન્ન થયા હોય છે. આ કારણસર દરેક વ્યક્તિના કાર્ય ઉપરથી તે વ્યક્તિના પ્રોવ્ય સ્વરૂપની ઓળખાણ મેળવી શકાય છે.
આથી ન્યાય વિતરણની વ્યવસ્થામાં જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિના ઈરાદાના સંશોધનની જરૂર જણાય ત્યારે તેના પ્રસંગોચિત વ્યવહાર ઉપરથી જ તેના ઈરાદાનું અનુમાન થઈ શકે છે. ત્યારબાદ તે ઈરાદો અમુક પરિસ્થિતિની અપેક્ષાએ હોઈ શકે કે કેમ તેનો પણ નિર્ણય લેવાનો રહે છે અને છેવટે જ્યારે એમ જણાય કે અમુક સંજોગોની અપેક્ષાએ અમુક પ્રકારનો ઈરાદો શક્ય છે ત્યારે આખરી નિર્ણય લઈ શકાય. આ રીતે જાણતા કે અજાણતા ન્યાયતંત્ર અનેકાન્તના સિધ્ધાંતોનું જ પાલન કરે છે. અનેકાન્ત દૃષ્ટિ
૧૮E
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org