________________
આપવામાં આવે તો એક યા બીજા નયાભાસનો દોષ લાગે અને તેવા દોષને નિવારવા તમામ લક્ષણોને ધ્યાનમાં લેવા જોઈએ.
કોર્ટ સમક્ષ ચાલતા કેસોમાં બન્ને પક્ષના વકીલોએ પણ પોતાના કેસની રજુઆત કરતી વખતે સામાવાળાના કેસના ગુણદોષો પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને તેમ થવા પામે તો જ પોતાના અસીલના કેસનું સાતત્ય અને વિરોધ પક્ષના કેસમાં રહેલ નયાભાસને સ્પષ્ટ કરી શકે.
આ રીતે “નયવાદ”ની વિશ્લેષણાત્મક પધ્ધતિ અને સ્વાદ્વાદની સંયોજનાત્મક પધ્ધતિનું અનુસરણ આધુનિક ન્યાયપધ્ધતિમાં થયા કરે છે. - આધુનિક ન્યાયપધ્ધતિની એક વિશેષતા છે તે કુદરતી ન્યાય (Natural Justice) નો સિધ્ધાંત. આ સિદ્ધાંતને ન્યાયના ક્ષેત્રમાં અનેકાન્તની દષ્ટિએ એક અતિ મહત્વનું પ્રદાન કરેલ છે. આ સિધ્ધાંતની અગત્ય આધુનિક રાજ્યાધિકારોની વિશાળતા અને વિવિધતાની દષ્ટિએ અતિમહત્વની છે. ઘણા કાનુનો એવા હોય છે કે તેમાં રાજ્યાધિકારીઓ પાસે નિર્ણય લેવાની વિષાળ અને અબાધિત સત્તાઓ હોય છે. આવી. સત્તાના ઉપયોગ ઉપર કોઈ કાનુની નિયંત્રણ ન હોય ત્યારે “કુદરતી ન્યાય”નો સિધ્ધાંત ન્યાયના હિતમાં અમલમાં આવે છે તે સિધ્ધાંતના બે પાયા છે. તેના લેટીન સૂત્રો નીચે મુજબ છે. (૧) “Nemo debet esse judex in propria causa” એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં પોતે જ ન્યાય આપી શકે નહિ. આ સિદ્ધાંતનું અર્થઘટન એ રીતે કરવામાં આવ્યું છે કે જે વસ્તુ ન્યાયાધિન હોય તેમાં ન્યાય કરનારનું કોઈપણ પ્રકારનું અંગત હિત હોવું જોઈએ નહિ. મતલબ કે, તે વ્યક્તિ તટસ્થ હોવી જોઈએ. (૨) “Audi Alteram Partem” એટલે કે કેસના તમામ પક્ષોને સાંભળ્યા બાદ જ નિર્ણય આપવો જોઈએ.
આ બન્ને સિધ્ધાંતો અનેકાન્તની દષ્ટિએ પાયાના સિધ્ધાંતો છે કારણ કે જો મારા કેસનો ચુકાદો મારા જ હાથમાં હોય તો મારી દષ્ટિએકાંકી બનવા પુરો સંભવ છે. તેજ પ્રમાણે જો તમામ પક્ષકારોને સાંભળ્યા વિના ચુકાદો અપાય તો તે એક પક્ષીય હોવાનો સંભવ છે.
આથી કાનુની પ્રબંધો મુજબ કોઈપણ રાજ્યાધિકારીને અબાધિત સત્તા આપવામાં આવી હોય તો પણ કુદરતી ન્યાયના આ સિદ્ધાંતોને અનુસરીને જતે સત્તાનો
(અનેકાન્ત દૃષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org