________________
ઉપયોગ કરવો જોઈએ. તેવું ભારતની કોર્ટોમાં સર્વસ્વીકૃત છે.
જર્મન તત્વવેત્તા કાન્ટ આ બાબત કહે છે:
“Formerly I viewed human common sense only from the stand point of my own. Now I put myself into the position of another's reason outside myself and observe my judgements, to gether with their most secret causes from the point of view of others. It is true that the comparison of both observations results in pronounced parallaxes. But it is the only means of the power of knowledge in human nature into its true place.” (1) અર્થાત્:
પહેલાં તો માનવ-જ્ઞાનનું પરિક્ષણ હું મારા પોતાના દષ્ટિબિન્દુથી જ કરતો હતો; પરંતુ હવે હું બહારની વ્યક્તિના દષ્ટિબિન્દુથી જોવાનો પ્રયત્ન કરું છું અને મારા દષ્ટિબિન્દુના અંતર્ગત કારણોની સાથે બીજાના દૃષ્ટિબિન્દુઓના અંતર્ગત કારણો સાથે સરખાવું છું. આથી જો કે સ્વાભાવિક રીતે જ ઘણી વિષમતાઓ ઉભી થાય છે, પરંતુ દર્શાવરણને ટાળવાનો તેમજ મનુષ્ય સ્વભાવનું રહસ્ય જાણીને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો આ એક જ રસ્તો છે.
ભ. મહાવીરના અનેકાન્તના સિધ્ધાંતોનો અભ્યાસ કર્યા વિના પણ જેણે સત્ય અને ન્યાયના સિધ્ધાંતોનું સ્વતંત્ર રીતે ચિંતન કર્યું છે તેણે અનાયાસે જ અનેકાન્તના સિધ્ધાંતોનું પ્રતિપાદન કરેલ છે.
રોમન લૉ ના નિષ્ણાત રૂડોલ્ફસોમ (Rudolph Sohm) કહે છે
“He alone can claim to have obtained a real vision of law, of justice and injustice, to whom life has revealed it self in its fullness. It is, of course, true of jurisprudence, as it is of other sciences, that the knowledge it commands is, and will remain fragmentary. But it has a lofty end in view, to which it must strive with unremitting endeavour to approach as nearly as
may be.”
અર્થાત્
“એ જ વ્યક્તિને યોગ્ય કાનુની દષ્ટિ તેમજ ન્યાય અન્યાય જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે જે જીવનને તેની સમગ્રતામાં જોઈ શકે છે. એ સત્ય છે કે બીજા શાસ્ત્રોની
(1) Philosophy of Kant - By C. J. Fridich P. 15
અનેકાન્ત દૃષ્ટિ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org