________________
એકાન્તમાંથી અનેકાન્તની યાત્રા
આવા સંજોગોમાં ભ. મહાવીર અને ભ. બુદ્ધ ઉપર યોગ્ય દોરવણી આપવાનું કર્તવ્ય આવી પડયું. બન્નેએ જુદી જુદી રીતે ચાલુ વિસંવાદનો નીકાલ કરવા પ્રયત્નો કર્યા. ભ, બુદ્ધનું કહેવું હતું કે દરેક વિસંવાદી દાર્શનિકનો મત એકાન્તિક છે. તેમણે કહ્યું કે આવા દાર્શનિક વિવાદો સંસારમાં કલહ અને અશાંતિના કારણરૂપ છે તેથી તેમાંથી કોઈનો પણ સ્વીકાર કરવા યોગ્ય નથી. માટે આવા એકાન્તિક મંતવ્યોનો ત્યાગ કરી તૃષ્ણાથી મુક્ત થવાના ઉપાયો હાથ ધરી વિમુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ રીતે ભ. બુદ્ધનો અભિગમ નકારાત્મક રહ્યો.
ભગવાન મહાવીરે પણ કહ્યું કે, જુદા જુદા દાર્શનિકો પોતાનો મત જ આખરી છે તેવો આગ્રહ રાખે છે, ત્યારે બીજાના મતમાંના સાતત્યના અંશની અવગણના કરે છે અને પરિણામે મત વિગ્રહ ઉત્પન્ન થાય છે. આથી ભગવાન મહાવીરના માનવા મુજબ પણ કોઈપણ એકાન્તિક મત સમાજના ઉત્કર્ષ માટે તેમજ વૈચારિક સંશોધન માટે ઉપયોગી નથી. અહિ સુધી બન્ને મહાપુરૂષોનું મૌક્ય હતું, કેમ કે બન્નેએ એકાન્તિક મતનો નિષેધ કર્યો. પરંતુ આ પરિસ્થિતિના ઉપાય બાબત બન્નેના રસ્તા જુદા પડયા. જ્યારે ભગવાન બુદ્ધનો અભિગમ નકારાત્મક રહ્યો ત્યારે ભગવાન મહાવીરનો અભિગમ સકારાત્મક રહ્યો. ભગવાન મહાવીરે ભિન્ન ભિન્ન દાર્શનિક મતોની ઉપેક્ષા કરવાનું ન કહ્યું, પરંતુ તે દરેકમાં જે સત્યનો અંશ હતો તે કઈ અપેક્ષાએ હતો તે શોધીને તેનો સાપેક્ષ સ્વીકાર કરીને તમામના સમન્વયની એક પ્રક્રિયા શોધી જેઅનેકાન્તવાદ તરીકે ઓળખાય છે. એકાન્તમાંથી અનેકાન્તની આ યાત્રા સમન્વયની યાત્રા હતી. તેથી સંપૂર્ણ રીતે હકારાત્મક હતી, અને ઘર્ષણ નિવારણ માટે અત્યંત ઉપયોગી થઈ પડી. સમય જતાં વિશ્વભરના ચિતન ક્ષેત્રે અનેકાન્તની વિચારસરણીએ ક્રાંતિ બીજ વાવી તદન અનોખું અને અમૂલ્ય પ્રદાન કર્યું અને સાંસારિક જીવનમાં મનુષ્યને જે કાંઈ ઘર્ષણ અને વિષમતાઓને સામનો કરવાનો આવે છે ત્યારે ઉપયોગી થઈ પડે તેવી એક વૈચારિક વ્યવસ્થા ઉત્પન્ન થઈ, જેને પરિણામે ઉપર કહ્યું તેમ આચાર્ય સિદ્ધસેન દિવાકરજીએ અનેકાન્તના સિદ્ધાંતને ગુરુપદ આપ્યું. જીવન સ્પર્શી સિદ્ધાંત
ન્યાય વિતરણની પ્રક્રિયા સાંસારિક ઘર્ષણોની એક લેબોરેટરી છે, જેમાં તમામ વિરોધી પક્ષોના સત્યાંશોને શોધી એવા નિર્ણય ઉપર આવવાનું હોય છે કે જે સંપૂર્ણ
અનેકાન્ત દષ્ટિE
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org