________________
અમુક પ્રકા૨ના સંજોગોની અપેક્ષાએ જ મુલવાય. તેમાં જો એવું માલમ પડે કે પોતાની પત્નિના રક્ષણ માટે મરનાર તથા તહોમતદાર વચ્ચે લડાઈ થઈ અને તેનો પ્રકાર એવો હતો કે તહોમતદાર મરનારનું ખૂન કરવા પ્રેરાય તો તે મુક્તિને પાત્ર ઠરે અને નહીં તો હલકા પ્રકારના મનુષ્ય-વધના ગુનાનો પાત્ર ઠરે.
આ રીતે એક જ વ્યક્તિમાં શાન્ત ભાવો તથા ક્રોધાન્વિત ભાવો – તેમ બે વિરોધી ભાવોની અભિવ્યક્તિ થઇ તે કયા સંગોની અપેક્ષાએ થઈ તે નક્કી કરવાની પદ્ધતિ આપણી ન્યાય વિતરણની વ્યવસ્થામાં અપનાવવામાં આવે છે તે અનેકાન્તની જ પદ્ધતિ છે.
ભગવાન મહાવીરના સમયમાં ઉપર જણાવ્યું તેમ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે વિવિધ મત-મતાંતરો અસ્તિત્વમાં હતા. તેથી તે તમામના સત્યાંશોની ઉપેક્ષા કરવાને બદલે તેનો સ્વીકાર કરી સંપૂર્ણ સત્યની નજીક જેટલું જઈ શકાય તેટલું જવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી તે ભગવાને પોતાના અનેકાન્તના સિદ્ધાંતથી પુરી પાડી. આત્મા નિત્ય છે કે અનિત્ય છે તે બાબત તે સમયના તત્વચિંતનના બે મુખ્ય પ્રવાહો વૈદિક અને બૌદ્ધિક હતા. વૈદિક પ્રવાહની માન્યતા મુજબ આત્મા નિત્ય છે, જ્યારે બૌદ્ધિક પ્રવાહની માન્યતા મુજબ આત્મા અનિત્ય છે. આ બંને પ્રવાહો અનુક્રમે શાશ્વતવાદી અને ઉચ્છેદવાદી પણ કહેવાય છે. ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગૌત્તમે આ વિષય બાબત ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન ! જીવ (આત્મા) નિત્ય છે કે અનિત્ય ? ભગવાને કહ્યું : ગૌત્તમ ! અપેક્ષાભેદથી તે નિત્ય છે તેમજ અનિત્ય પણ છે. ગૌત્તમે ફરીથી પુછ્યું : ભગવાન ! આ બન્ને વિરોધાભાસી તત્ત્વો કેમ સંભવે ? ભગવાને ખુલાસો કર્યો કે : હે ગૌત્તમ ! દ્રવ્ય દૃષ્ટિએ (એટલે વસ્તુના અંતર્ગત સ્વભાવની દ્રષ્ટિએ) જીવ નિત્ય છે અને વસ્તુના પ્રત્યક્ષ સ્વરૂપની દૃષ્ટિએ તે અનિત્ય છે. (એટલે આત્મા જ્યારે પરિવર્તન પામી કોઈવાર મનુષ્યરૂપે અને કોઈવાર પશુ, પક્ષી વગેરે વિભિન્ન સ્વરૂપે પ્રત્યક્ષ થાય છે ત્યારે તેનું આ પરિવર્તન થએલ સ્વરૂપે અનિત્ય છે) (ભગવતી સૂત્ર) આ રીતે આત્મા મૂળ સ્વરૂપે એક જ હોવા છતાં પરિવર્તિત રૂપે જુદો ભાસે છે અને તેથી એક જ વસ્તુના વિરોધાભાસી લક્ષણોનો ખુલાસો અનેકાન્તની, દૃષ્ટિથી થયો.
અનેકાન્ત દૃષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
(૧૬);
www.jainelibrary.org