________________
વિચાર પ્રક્રિયા શરૂ કરે તો વિસંવાદની તીવ્રતા ઓછી થવા લાગશે અને એક બીજાના દૃષ્ટિબિંદુને સમજીને સમાધાનનો માર્ગ શોધવાના પ્રયત્નો શરૂ થશે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ વધતે ઓછે અંશે સમાધાન પ્રિય હોય છે. આથી વિવાદમાં સપડાએલ તમામ વ્યક્તિઓ અનેકાન્તની સહેલી પધ્ધતિથી ઉત્પન્ન થએલ વિવાદ તથા કલેશની માત્રા અસરકારક રીતે ઘટાડી શકશે. આ છે અંતર્ગત ન્યાયતંત્રની પધ્ધતિ. વ્યક્તિગત વિસંવાદો આ પધ્ધતિથી કાબુમાં લઈ શકાય.
સમુહગત વિસંવાદો જો કાબુમાં ન લઈ શકાય તો તેમાંથી ઉત્પન્ન થતો સામાજિક વિવાદ કોઈ કોઈ સમયે ભયંકર વિનાશ સર્જે છે. માનવ સમાજમાં ઉત્પન્ન થએલ વર્ગવિગ્રહોનો ઈતિહાસ તપાસીશું તો તે વિગ્રહો રાજકીય, આર્થિક અને ધાર્મિક કારણોસર જ મુખ્યત્વે થએલ છે. આ ત્રણે કારણોના મુળમાં શ્રી અને સત્તા મેળવવાની મહત્વકાંક્ષા હોય છે અને તે મહાત્વાકાંક્ષાના મૂળમાં માનવીની અહવૃત્તિ હોય છે. આ અહત્તિનું સ્વરૂપ સમજી તેને માણસ જો કાબુમાં રાખી શકે તો સમાજ પરિવર્તન અત્યંત અસરકારક રીતે કામ કરે. અનેકાન્તનો પ્રયોગ અહમવૃત્તિનું સ્વરૂપ સમજવામાં ઘણી સહેલાઈથી કારગત થઈ શકે છે, કારણ કે તે આંતર-નિરિક્ષણની પ્રક્રિયા છે. આ પ્રકારના આંતરનિરીક્ષણથી માણસને સમજાય છે કે વ્યક્તિ અને સમાજ અંતતોગત્વા એક જ છે. વ્યક્તિને ભોગે આદર્શ સમાજરચના અશક્ય છે અને સમાજને ભોગે વ્યક્તિ સામર્થ્ય વિનાશ સર્જે છે.
કોઈપણ સમાજનું રાજકીયતંત્ર, આર્થિકતંત્ર, શૈક્ષણિકતંત્ર કે ધર્મતંત્ર પોતપોતાની સમતુલા ગુમાવે ત્યારે તે સમાજમાં વિષમતા અને વિવાદો ઉત્પન્ન થવા લાગે. આથી આ દરેક વિષયોમાં સમતુલતા સ્થાપવા અનેકાન્ત દ્રષ્ટિ જ ઉપયોગી થઈ શકેછે. અનેકાન્ત દ્રષ્ટિવાળો સમાજ કોઈ એક જ પ્રકારની માન્યતા કે સિધ્ધાંતને ચુસ્તપણે વળગીને બેસી રહે નહીં. (અને સમાજના વિવિધ વર્ગની વિવિધ પ્રકારની માન્યતાઓને જુદી જુદી અપેક્ષાઓએ સ્થાન છે તેવું સ્વીકારીને હેય ઉપાદેયનો વિવેક વાપરી સંતુલિત સમાજ વ્યવસ્થા સ્થાપવાનો પ્રયાસ કરે.
ઈચ્છાઓનું અતિક્રમણ
આ પ્રકારની વૈયક્તિક અને સામાજિક પ્રણાલિકા સ્થાપવા ભ. મહાવીરે જૈન શ્રાવકની આચારસંહિતા આપી. આ આચારસંહિતાનું આધુનિક યુગમાં યથાયોગ્ય પાલન કરવામાં આવે તો માનવ સમાજને બાહ્ય ન્યાયતંત્રની જરૂર ઓછી રહે. ભ.
અનેકાન્ત દૃષ્ટિ
૩૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org