________________
રાખવાથી થાય. આથી આચાર્ય સિધ્ધસેને કહ્યું અને ધર્માત્મવત્ વસ્તુ વિરઃ () એટલે કે વસ્તુને યોગ્ય રીતે સમજવા માટે તેના વિવિધ ધર્મોને લક્ષમાં લેવા જોઈએ.
જૈન તત્ત્વજ્ઞોએ વિવિધ દૃષ્ટિબિન્દુઓને લક્ષમાં લઈને તેના મુખ્ય સાત પ્રકારો જણાવ્યા છે અને તે સાતેયના બીજા પેટા પ્રકારો પણ બતાવ્યા છે. આ તમામની ચર્ચા અહીં અસ્થાને છે. પરંતુ જે પ્રકારો જાણવા યોગ્ય છે તે નીચે મુજબ છે. આ પ્રકારો જાણવાથી અમુક વસ્તુ અગર વિચારનું ધ્યાન ક્યા દૃષ્ટિકોણથી કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થશે અને તે દૃષ્ટિકોણ કઈ અપેક્ષાએ ધારણ થયો છે તે સમજવાનું સરળ પડશે. આ હેતુથી આપણે અહીં નયના ચાર પ્રકારને ટુંકમાં જોઈશું. “નય”ના પ્રકારો: (૧) નૈગમ નય :- “નૈગમ” નો શાબ્દિક અર્થ “પરિણામ થાય જેને અંગ્રેજીમાં
end product કહેવાય. આપણે ઘણી વખત કોઈ કાર્યનું વર્ણનતે કાર્યના અંતિમ પરિણામને લક્ષમાં રાખીને કરતા હોઈએ છીએ જોકે તે પરિણામ ઉપર હજુ પહોંચ્યા ન હોઈએ. આચાર્ય ઉમાસ્વાતિના “તત્વાર્થ સૂત્ર”માં આનૈગમનયના પ્રકારની સમજ આપતાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ રસોઈ કરવાના ઈરાદાથી પાણી, ચોખા અને અગ્નિ લઈ રસોઈની પૂર્વ તૈયારી કરતો હોય ત્યારે બીજો કોઈ તેને પુછે કે ભાઈ શું કરો છો? અને તે જવાબ આપે કે રસોઈ કરૂં છું. આ જવાબ વસ્તુતઃ બરાબર નથી કેમ કે તે તો હજુ રસોઈ માટેની પૂર્વ તૈયારી જ કરે છે. છતાં તે જુઠુ નથી બોલતો કારણ કે જે હેતુથી તે પ્રવૃત્તિ કરે છે તે હેતુને લક્ષમાં રાખીને તેણે પોતાની પ્રવૃત્તિની ઓળખાણ આપી છે. બીજા શબ્દોમાં કહીએ તો પરિણામને લક્ષમાં રાખી જવાબ આપ્યો છે. આવા પરિણામ લક્ષી વિધાનોને અંગ્રેજીમાં Teleological statement (હેતુલક્ષી વિધાન) કહે છે. કાર્ય હજુ ચાલુ હોય અને પુરૂ થયું ન હોય છતાં તેના છેવટના હેતુની અપેક્ષાએ કરેલા આવા વિધાનોને “નૈગમાભાસ”નો દોષ લાગે છે અને તેથી તેનું મુલ્યાંકન તે રીતે કરવું જોઈએ, કારણ કે આવા વિધાનને સ્વીકારીને હેતુની અગર પરિણામની પૂર્ણતાનું અનુમાન ન થઈ શકે. ન્યાયની વિતરણની પધ્ધતિમાં આવા નેગમાભાસવાળા કાર્યો “તૈયારી” (preparation)ની કક્ષામાં આવે. અમુક ગુનાઓ એવા છે કે જેની તેયારી પણ ગુનાહિત હોઈને સજાને પાત્ર થાય છે.
(૧) ચાયવતાર પૂ. ર૧ Yઅનેકાન્ત દષ્ટિ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org