________________
ન્યાય વિતરણ પધ્ધતિમાં પણ અમુક ક્ષણે અમુક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ થઈ પરંતુ તે પ્રવૃત્તિ પાછળ શું હેતુ હતો તે ખ્યાલમાં ન આવે તો ન્યાય થઈ શકે નહીં.
આ રીતે “નય”ના ચાર મુખ્ય પ્રકારો જોયા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે તેમજ ન્યાયના ક્ષેત્રે તેઓ કેવી રીતે ઉપયોગમાં આવે છે તે જોયું અને એ પણ જોયું કે ફક્ત અમુક નયની જ અપેક્ષાએ આખરી નિર્ણય ઉપર આવવાથી અન્યાય થવા સંભવ છે. આવું બનવા પામે નહીં તે માટે તત્વજ્ઞોએ જે રચના કરી તે “સ્યાદ્વાદ” તરીકે ઓળખાય
અનેકાન્ત લક્ષી સ્યાદ્વાદ
નયવાદની ચર્ચાથી એક વાત સિધ્ધ થઈ કે (૧) વિશ્વની તમામ વસ્તુઓ અનેક ધર્મા હોય છે અને તેથી અમુક વસ્તુ બાબત નિર્ણય કરવો હોય તો તેના અનેક ધર્મોમાંથી ફક્ત અમુક ધર્મોને જ પસંદ કરીને નિર્ણય કરીએ તો તે ભૂલ ભરેલ હોવાનો પુરો સંભવ છે. (૨) વિશેષમાં એ પણ જોયું કે વસ્તુની ઓળખ ચોકસાઈથી કરવી હોય તો તેને હકારાત્મક તેમજ નકારાત્મક તેમ બન્ને દૃષ્ટિકોણથી તપાસવી જોઈએ. (૩) ત્રીજી અગત્યની હકીકત આપણે જોઈ તે એ છે કે કોઈપણ વસ્તુ કે વિચાર બાબત નિર્ણય કરનાર વ્યક્તિનો માનસિક અભિગમ તેના નિર્ણયમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તે વ્યક્તિનો અભ્યાસ, અનુભવ, ઉછેર અને નિર્ણય લેતી વખતના સંયોગોની છાપ તેના નિર્ણય ઉપર અનિવાર્ય રીતે પડે છે અને તેથી એક જ વસ્તુની ઓળખ જુદી જુદી વ્યક્તિ જુદી જુદી રીતે કરે તે સંપૂર્ણ રીતે સંભવિત છે.
વસ્તુ કે વિચાર બાબતના અંતિમ નિર્ણયમાં ઉપરની ત્રણ બાબતો મહત્ત્વનો ભાગ જો ભજવતી હોય તો તેનું અનિવાર્ય પરિણામ એ આવે કે આપણે લીધેલ નિર્ણયો સર્વ કાળમાં (સદૈવ) સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં અફર છે અને સત્યને સંપૂર્ણ રીતે વરેલા છે તેમ કહી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આપણા કોઈપણ વિધાનો “નાફેરવાદી” હોઈ શકે જ નહિ. તેઓ એક યા બીજી રીતે અપેક્ષિત જ હોય. દા.ત. આપણે કોઈ એક વસ્તુનું વજન કરીને કહીએ કે તેનું વજન પાંચ શેરનું છે. અગર તેમ કહીએ કે પાંદડાનો કલર લીલો છે. આ બન્ને વિધાનો વ્યવહારની દષ્ટિએ સંપૂર્ણ સત્ય છે પરંતુ તે બન્ને સાપેક્ષ (Relatable) છે. કેમ કે વસ્તુનું વજન પાંચ શેર છે તેનો પૃથ્વિના ગુરૂત્વાકર્ષણની અપેક્ષાએ છે. તેજ વસ્તુને પૃથ્વિના ગુરૂત્વાકર્ષણના ક્ષેત્રની બહાર લઈ જાઓ તો તે વજન વગરની તરવા લાગશે. અગર તો કોઈ બીજા ગ્રહમાં લઈ જાઓ તો
-અનેકાન્ત દૃષ્ટિ)
=૨૮=
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org