________________
આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ મુલ્યાંકન કરવાની પધ્ધતિ અનેકાન્તની જ પધ્ધતિ છે અને તેનો ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં તથા પ્રસંગમાં અતિ ઉપયોગી થઈ પડે છે. તેના થોડાક ઉદાહરણો વિચારીએ. (૧) એક ઉદ્યોગપતિને તેના ઉદ્યોગમાં કામ કરતાં જુદી જુદી કક્ષાના અમલદારો તથા કારીગરો વચ્ચે વહીવટી સામન્જસ્ય સ્થાપવું છે કે જેથી તેના ઉદ્યોગમાં પ્રગતિ સાધી શકાય. અનેકાન્તના સિધ્ધાન્તોનો ઉપયોગ કરીને તે જરૂર પોતાની ધ્યેય સિધ્ધિ કરી શકશે. અંગ્રેજીમાં આને Personnel Management કહે છે. ઉદ્યોગની કાર્યદક્ષતા વધે અને ઉદ્યોગમાં કામ કરતા વિવિધ પ્રકારના કાર્યકરોમાં સંવાદિતા સધાય તે માટે પ્રથમ તો તેણે પોતાના વહીવટી વર્તનમાં અનેકાન્તવાદના સિધ્ધાંતોની સ્થાપના કરવી પડશે અને તો જ દરેક કક્ષાના કાર્યકરો ઉપર પોતાનો પ્રભાવ પાડી શકશે. તે બાદ જુદી જુદી કક્ષાના કાર્યકરોનું સ્યાદ્વાદ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ મુલ્યાંકન કરી કામની વહેંચણી કરવી પડશે અને તેવી વહેંચણી થયા બાદ બધા વચ્ચે સહકાર અને સામન્જસ્ય વધે તેવી વહીવટી ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગમાં હડતાલ કે તાળાબંધી જેવા બનાવો બનવા પામે નહિ તેવી વહીવટ અને વળતર સબંધી યોજના કરવી પડશે અને આ તમામ કરવામાં અનેકાન્તના સિધ્ધાંતોને ધ્યાનમાં લઈને આગળ વધશે તો તે. તેના લક્ષને જરૂર સાધી શકશે.
ડૉ. હસમુખ સાવલાની, ભૂતપૂર્વ મેનેજમેન્ટ કન્સલટન્ટ, આ વિષયમાં લખે છેઃ
"If one really practices Anekantvad for a reasonable perod the minimisation of “Raga" (attachment) towards himself and “Dvesha” (aversern) towards others bring him closer to the hearts of his people and, therefore, an open atmosphere emerges which makes all people comfortable, including himself as well.” અર્થાત્ :
“જો કોઈ વ્યક્તિ અમુક સમય સુધી અનેકાન્તવાદના સિધ્ધાંતોને અનુસરે તો તેને પોતાના પ્રત્યેનો રાગ અને બીજા પ્રત્યેનો દ્વેષ કમી થાય છે તેને તેના માણસોની વધુ નજીક લાવે જેને પરિણામે એવું વાતાવરણ ઉત્પન્ન થાય કે જેથી તે પોતે તથા તેના માણસો વચ્ચે સામન્જસ્ય ઉભુ થાય.”
નઉપE
(અનેકાન્ત દૃષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
WWW.jainelibrary.org