Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ વાદની સ્પષ્ટ સમજણ આપી તેને જીવંત વ્યવહારમાં મુકવાનો માર્ગ બતાવ્યો તેમના જ અનુયાયીઓ પોતાના એકાન્ત મતા ગ્રહને વળગી રહીને સમાજમાં વિસંવાદીતા ઉત્પન્ન કરી રહેલ છે. તેમની ધર્માંધ અસહિષ્ણુતા અનેકાન્તના વૈજ્ઞાનિક સ્વરૂપની તેમની અજ્ઞાનતાનો દાર્શનિક પુરાવો છે. વ્યક્તિ તથા સમાજની અંતર્ગત સ્વસંચાલિત ન્યાય પધ્ધતિનો ઉલ્લેખ આપણે કર્યો. પરંતુ દરેક સંજોગોમાં દરેક વ્યક્તિ કે સમાજ તેવી વ્યવસ્થા ઉભી કરી શકે નહીં અને તેથી બહારથી મેળવી શકાય તેવી રાજ્યે સ્થાપેલ ન્યાય પધ્ધતિની ચર્ચા હવે જરૂરની બને છે. રાજ્યે સ્થાપેલ ન્યાય પધ્ધતિ પણ જે સિધ્ધાંતો ઉપર કામ કરી રહેલ છે તે સિધ્ધાંતો પણ અનાયાસે અનેકાન્તના સિધ્ધાંતો છે તે કેવી રીતે તે જોઈએ. પ્રાચિન ન્યાય પધ્ધતિમાં અનેકાન્તનું સ્થાન આધુનિક ન્યાયપધ્ધતિ મુખ્યત્વે રોમન લૉ પર આધારિત છે. પરંતુ હરેક સ્તરે તેમાં વાદી પ્રતિવાદી બંન્ને પક્ષોના મંતવ્યોને લક્ષ્યમાં લઈ નિર્ણય કરવાના જે પ્રબંધો છે તે અનેકાન્તના સિધ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. ખરેખર હકીકત તો એ છે કે કોઈપણ સુધારેલા સમાજની ન્યાય પધ્ધતિ પક્ષ અને પ્રતિપક્ષના મંતવ્યો ધ્યાનમાં લીધા સિવાય કાર્યક્ષમ બની શકે જ નહીં. બ્રીટીશ રાજઅમલ પહેલાં પણ ભારતિય સંસ્કૃતિનો ઈતિહાસ હજારો વર્ષ જુનો હતો. રામાયણ અને મહાભારતના સમયમાં પણ ભારતિય સમાજમાં વ્યક્તિગત વિવાદો અને ઘર્ષણ ઉત્પન્ન થતા હતાં અને તેના નિવારણની વ્યવસ્થા પણ હતી. તેના પ્રબંધો અદ્યતન ન્યાય પધ્ધતિ સાથે દરેક પ્રકારનું સામ્ય ધરાવતા હતા. બ્રહસ્પતિ તે સમયની ન્યાય વિતરણ પધ્ધતિ (ન્યાયક્રમઃ) બાબતના ચાર અંગો નીચે મુજબ વર્ણવે છે. पूर्वपक्षः स्मृतः पादो द्वितीयस्तूत्तरस्तथा । क्रियापादस्तथा वाच्यः चतुर्थो निर्णयस्तथा ॥ અર્થાત્ ઃ ‘“પૂર્વપક્ષ” એટલે વાદીની હકીકત (જેને આપણે ‘દાવા અરજી” – Plaint કહીએ છીએ) તથા “ઉત્તર” એટલે પ્રતિપક્ષનો જવાબ, તે બાદ “ક્રિયા” એટલે ન્યાયાધિકારી પાસે થતી તકરારો બાબતની કાર્ય – પધ્ધતિ અને ચોથો ‘“નિર્ણય’’ એટલે ન્યાયધિકારીનો આખરી ફેંસલો – ન્યાય પ્રક્રિયાના આ ચાર અંગો છે. અનેકાન્ત દૃષ્ટિ ૩૯ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52