________________
મહાવીરની વ્યવહારૂ દ્રષ્ટિએ જોયું કે શ્રાવકે સંસારમાં રહીને તમામ વ્યવહારો કરવાનો છે તેથી સંસાર – મુક્ત સંતો માટેની આચારસંહિતા શ્રાવકો માટે કારગત થઈ શકશે નહીં. આથી તેમણે શ્રાવકો માટે ઈચ્છા પરિમાણની વાત કરી અને અપરિગ્રહ - જરૂર કરતાં વિશેષનો પરિગ્રહ નહીં કરવાનો આદેશ આપ્યો. સ્વસ્થ સમાજના નિર્માણ માટે વ્યક્તિગત જીવનમાં ભોગોપભોગ વિરમણના વ્રતની ભલામણ કરી. આજે સમાજ આથી ઉલ્ટી દિશામાં પ્રગતિ કરી રહેલ છે અને ઉપભોગ વાદ (Cosumerism) દ્વારા આર્થિક ઉન્નતિ છે તેવું પ્રતિપાદિત કરવાની કોશીષો થઈ રહી છે. પરંતુ તેથી અર્થોપાર્જનમાં અશુધ્ધિ, પ્રમાણિકતાનો અભાવ સત્તા અને લક્ષ્મીની લોલુપતા અને સ્વાર્થનું સામર્થ્ય વધતા જ રહ્યા છે જે દુઃખ મુક્તિ અને શાંતિની સાધનામાં અત્યંત બાધક છે. દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે.. “ઈચ્છાઓનું અતિક્રમણ કરો તો દુઃખ આપોઆપ અતિક્રમણ કરશે.” પરંતુ ઉપભોગવાદમાં તો ઈચ્છાઓનો ફેલાવો કરવાની જ શીખ છે અને પરિણામે અતિક્રમણ જે થાય છે તે દુઃખનું નહિ, પરંતુ સુખનું જ થાય છે. ઉપભોગવાદની દષ્ટિ ફક્ત એકાન્તિક છે અને સમાજને અસંતુલિત બનાવે છે.
શોષણહીન સમાજ રચનાના સંદર્ભમાં કાર્લ માર્કસે દુનિયાને સામ્યવાદની ભેટ કરી અને વિશ્વમાં થતું આર્થિક શોષણ અટકાવવા વર્ગ વિગ્રહની વાત કરી પરંતુ વિગ્રહથી વિગ્રહનો અંત આવતો નથી અને ભૌતિક સુખ મેળવવાની દોટ લગાવતો માનવ બીજાનું શોષણ કરવાના ખ્યાલથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી શોષણની પ્રક્રિયા એક યા બીજા સ્વરૂપે જીવતી જ રહેવાની તેવી પાયાની વાતોની તેમણે ઉપેક્ષા કરી જેને પરિણામે શોષણહીન સમાજ રચનાના તેમના ખ્યાલો પુસ્તકની મર્યાદામાંથી બહાર નીકળી વ્યવહારમાં ફળીભૂત થયા નહીં. આજે સામ્યવાદ એક ભૂલી જવા જેવી ઐતિહાસિક ઘટના કરતાં વિશેષ અગત્ય ધરાવતો વિચાર નથી, તેના કારણમાં તેની એકાન્તિક દષ્ટિ જ છે.
સંસારમાં કોઈપણ ધર્મ હિંસાને પુષ્ટિ કરતો નથી છતાં આ સંસારમાં વધુમાં વધુ રક્ત-પાત અને હિંસા ધર્મના નામે જ થયેલ છે, તેનું કારણ પણ જે તે ધર્મના અનુયાયીઓની એકાન્તિક વ્યવહાર દ્રષ્ટિ જ છે. ધર્મના મૂળ તત્વોને ભૂલી જઈને ઔપચારિક વિધિ વિધાનોને જ ધર્મ માની તેના વિષેના બુધ્ધિહીન આગ્રહો ફક્ત એકાન્તિક સ્વરૂપના જ હોવાથી ધર્મતંત્રમાં પણ વિગ્રહ પ્રવેશ મેળવેલ છે.
વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે જૈન તત્ત્વજ્ઞોએ ભ. મહાવીરના અનેકાન્ત
-અનેકાન્ત દષ્ટિE
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org