Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ ત્તિ કે સવ-મૂSS વેર મત્યું ને ડું - અંતર્ગત ન્યાયતંત્ર આજે જીવનમાં જે સામાજિક વિષમતા, હિંસા, ક્રૂરતા, અનાચાર, અત્યાચારનું પ્રભુત્વ જણાય છે તેણે માનવી મૂલ્યનો લગાતાર દાસ કરેલ છે તેને પુનઃ સ્થાપિત કરવા અનેકાન્તના સિધ્ધાંતો દ્વારા પ્રયત્નો કરવાની જરૂર છે, કે જેથી “ન્યાયતંત્રની સ્થાપના સામાજિક જીવનમાં જ અંતર્ગત રીતે થઈ શકે. જે સમાજ પોતાની અંતર્ગત સ્વયં સંચાલિત ન્યાયતંત્રની વ્યવસ્થા જેટલે અંશે સ્થાપી શકતો નથી તેટલે અંશે તેને બાહ્ય ન્યાયતંત્રની જરૂર રહે છે. પરંતુ આ બાહ્ય ન્યાયતંત્ર તો ફક્ત લડતનું મેદાન જ છે. સમાજમાં શાંતિ અને સુખની સ્થાપના તો તેની અંતર્ગત સ્થપાએલ ન્યાયતંત્ર મારફત જ થઈ શકે અને તે પ્રકારની અંતર્ગત સ્થાપના કરવાનો તદન સરળ રસ્તો અનેકાન્તના સિધ્ધાન્તોનો સ્વીકાર જ છે. તે સિધ્ધાંતો મારફત જ વિરોધીઓનો વિરોધાભાસ કઈ અપેક્ષાએ છે અને શા માટે છે તે સમજવાનું સરળ થઈ પડશે અને એક વખત તે રીતે સમાજના તેમજ વ્યક્તિગત તમામ પ્રશ્નો સમજવાની ટેવ પડશે ત્યારે મિત્તિ સવ ભૂપુ આપોઆપ સ્થાપિત થશે. આ રીતે કૌટુંબિક જીવનમાં, સાંસારિક જીવનમાં, વ્યાપાર-વણજ અને બૌધ્ધિક પ્રવૃત્તિઓમાં, રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય, પ્રવૃત્તિઓમાં – તમામમાં અનેકાન્તના સિધ્ધાંતો વ્યવહારૂ અને અસરકારક સાબીત થઈ શકે છે. ભ. મહાવીરે આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તનું ઉદબોધન કર્યું તે અત્યંત અર્થપૂર્ણ છે. કારણ કે દરેક આચારનું ઉદ્ભવ સ્થાન વિચાર છે અને તેથી ઉદ્ભવ સ્થાને જ અહિંસાની સ્થાપના હોય તો આચારમાં તેની સ્થાપના આપોઆપ આવી શકે છે. આથી દાર્શનિક સમસ્યાઓના નિરાકરણ માટે અનેકાન્તના પ્રયોગો ઘણા વિદ્વાન સંતોએ કર્યા પરંતુ સંસારિક જીવનમાં રોજબરોજના પ્રશ્નોમાં અનેકાન્તનો પ્રયોગ આપણે કરી શકીએ તો. વ્યક્તિગત જીવનની તેમજ સામાજિક જીવનની ઘણી વિષમતાઓને ટાળી શકાય. ઉપર જણાવ્યું તેવા “અંતર્ગત” ન્યાયતંત્રનો આ અર્થ છે. - ન્યાયતંત્રની સામાજિક અનિવાર્યતા ત્યારે જ જણાય કે જ્યારે માનવ-માનવ વચ્ચેના વ્યવહારોમાં વિસંવાદ ઉત્પન્ન થાય, અને આ વિસંવાદનો ઉકેલ અરસ-પરસની સંમતિથી થઈ શકે નહિ જેને પરિણામે તે અંતિમ કક્ષાએ પહોંચે. પરંતુ વિસંવાદથી પ્રસિત થએલ વ્યક્તિઓ આંતર નિરીક્ષણ કરી પોતાનું દૃષ્ટિબિન્દુકઈ અપેક્ષાએ ઉત્પન્ન થયું છે અને સામી વ્યક્તિનું દૃષ્ટિબિન્દુ કઈ અપેક્ષાએ ઉત્પન્ન થયું છે તેની તપાસ કરવાની –અનેકાન્ત દષ્ટિ --- - Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52