________________
સાંસારિક જીવનમાં અનેકાન્તનું સ્થાન :
ન્યાયતંત્રને જે નિસ્બત છે તે તાત્વિક ભૂમિકા ઉપર નથી, પરંતુ સાંસારિક વિષયો પરત્વે છે. સાંસારિક વ્યવહારમાં માણસ માણસ વચ્ચે વિચાર કે વ્યવહારનું ઘર્ષણ જ્યારે થાય છે ત્યારે કલેશ ઉત્પન્ન થાય છે. આ કલેશનું નિવારણ જો તેના મુળમાંથી જ થઈ શકે તો ન્યાયતંત્રની મદદની જરૂર રહે નહીં. માટે સમાજમાં અનેકાન્તનો જેમ પ્રચાર વિશેષ થાય તેમ ઘર્ષણ તેમજ તેની માત્રા ઓછા થતા જાય તે સ્પષ્ટ છે. પરંતુ જે જે પ્રસંગોમાં કોઈપણ કારણસર ઘર્ષણ ઉત્પન્ન થયું હોય અને મામલો ન્યાયતંત્ર પાસે પહોંચ્યો હોય ત્યારે પણ તે ઘર્ષણના નિવારણ અર્થે અનેકાન્તના સિધ્ધાન્તો લક્ષમાં લેવાની તેટલી જ જરૂર રહે છે.
આથી સાંસારિક જીવનમાં અનેકાન્તની જરૂર સમજવા માટે એક વાત સતત ખ્યાલમાં રાખવાની જરૂર છે તે એ છે કે જીવન એક સતત વહેતી વસ્તુ છે, જેમાં થતાં ફેરફારો ચાર મુખ્ય ભૂમિકાએ થાય છે. તે ચાર ભૂમિકા છે (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ. કોઈપણ વસ્તુ કે પ્રસંગનો નિર્ણય લેતાં પહેલાં આ ચાર ભૂમિકાની અપેક્ષાએ વિચાર કરીએ તો તે વસ્તુ કે પ્રસંગ બાબત યોગ્ય નિર્ણય લઈ શકાશે.
દ્રવ્ય - એટલે જે વસ્તુ કે વિચાર બાબત નિર્ણય બાંધવાનો હોય તે ઉપર નય વાદ તેમજ સ્યાદ્વાદના સિધ્ધાંતો ધ્યાનમાં લઈને દ્રવ્યની ઓળખ થવી જોઈએ.
ક્ષેત્ર – જે ઓળખ થયા બાદ કયા ક્ષેત્રમાં તે દ્રવ્યની ઉત્પત્તિ તથા વિકાસ થયો તે ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે વિવિધ ક્ષેત્રમાં પ્રવર્તતી પ્રણાલિકાઓ અને સામાજિક આર્થિક અને રાજકીય પ્રવાહોએ તે દ્રવ્યને ઉત્પન્ન કરવામાં અને ઘડવામાં ઘણો જ અગત્યનો ભાગ ભજવ્યો છે.
કાળ – તે જ રીતે તેને ઉત્પન્ન કરવામાં અને ઘડવામાં તેવો જ ભાગ કાળની ભૂમિકા ભજવે છે. જીવન જો વહેતો પ્રવાહ છે તો વિવિધ કાળમાં વહેતો જીવન પ્રવાહ વૈવિધ્ય જરૂર ઉત્પન્ન કરે અને તેથી આ પ્રકારના વૈવિધ્યની અસર વસ્તુ કે વિચાર ઉપર કેવી રીતે થઈ તે જાણવાની તેટલી જ જરૂર છે.
ભાવ - દરેક કાર્ય કે વિચાર પાછળ જે ભાવોએ કામ કર્યું હોય તેનું જ્ઞાન પણ તે કાર્ય કે વિચારને સમજવામાં અતિ ઉપયોગી હોય છે. દા.ત. એક સર્જન તેના દર્દી ઉપર વાઢ-કાપની ક્રિયા કરે છે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રોધ કે દ્વેષના ભાવથી ઈજા કરે છે તે બન્નેના ભાવોમાં મોટું અંતર છે અને તે અંતરને કારણે જ એક વ્યક્તિને અર્થોપાર્જન થાય છે. જયારે બીજી વ્યક્તિને સજા થાય છે. અનેકાન્ત દષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org