Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ અર્થાતુ: “મને અનેકાન્તનો સિધ્ધાંત બહુ પસંદ છે. મુસલમાનને મુસ્લિમના દષ્ટિબિન્દુથી અને ઈસાઈને ઈસાઈના દષ્ટિબિન્દુથી જોવાનું આ સિધ્ધાંતે મને શીખવ્યું છે. જૈનોના દષ્ટિબિન્દુથી હું ઈશ્વરના કર્તુત્વના ઈન્કારને સમજી શકું છું અને રામાનુજના દષ્ટિબિન્દુથી હું ઈશ્વરના કર્તુત્વને પણ સમજી શકું છું. વાસ્તવમાં જે અચિંત્ય અને અવર્ણિનય છે અને જે અગમ્ય પણ છે તેને પામવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને તેથી તેનું વર્ણન કરી શકતા નથી. આપણી વાણી તે માટે અસમર્થ બને છે અને કેટલીકવાર વિસંગતતા પણ ઉભી કરે છે.” જૈન ધર્મના પાયાનો સિધ્ધાંત અહિંસા છે. આચારમાં અહિંસાની જરૂરીયાતનો એક યા બીજી રીતે દુનિયાના તમામ ધર્મોએ સ્વીકારેલ છે. પરંતુ આચારના મુળમાં જે વિચાર છે ત્યાં પણ અહિંસાનું તત્વ અનેકાન્તના સિધ્ધાંત દ્વારા ભ. મહાવીરે જગતને અર્પણ કર્યું. પશ્ચિમ જગતના અગ્રગણ્યચિંતકોએ પણ અજાણ પણામાં આજ સિધ્ધાંતનો સ્વીકાર કર્યો છે. “અજાણપણામાં” કહું છું તે એટલા માટે કે તેઓએ સવિચાર અને વ્યવહારના પાયાના સિધ્ધાંતો વિશે ચિંતન કરતા જે અભિવ્યક્તિ કરી તે અનાયાસે જ અનેકાન્તના સિધ્ધાન્તોને અનુમોદન આપનારી થઈ. પરંતુ ભ. મહાવીર અને તેના વિધ્વાન અનુયાયીઓએ આ સિદ્ધાંતોને જે તાર્કિક અને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું તે બીજા કોઈએ કર્યું નથી. પશ્ચિમના જાણીતા તત્વચિંતક જર્મન શ્રી શોપેનહાઉઅર કહે છે “Ofhten things that annoy us, nine would not be able to do so, if we understood them thoroughly in their own causes and therefore know their necessity and true nature." અર્થાતઃ આપણને જે દશ વસ્તુઓ ઉદ્ધગમાં નાંખતી હોય તેમાંની નવ વસ્તુઓનો આપણને ઉગ કરતી બંધ થશે, જો તે વસ્તુઓના ઉદ્દભવના કારણો આપણે સમજી શકીએ અને તેમની ઉત્પતિ તેમજ તેમના પ્રકારને જાણી શકીએ.” સંસારમાં જે વિસંવાદિતા, ઘર્ષણ, વિવાદ અને કલેશ ચાલે છે અને જેના પરિણામે વ્યક્તિગત તેમજ સમુહગત હિંસાનો સિલસિલો ચાલુ થઈ જાય છે તેનો અસરકારક ઉપાય જોઈતો હોય તો અનેકાન્ત પુરો પાડશે. (અનેકાન્ત દષ્ટિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52