Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ અર્થાત્ ઃ “સ્યાદ્-અસ્તિ એમ નિર્દેશ કરે છે કે જે કાંઈ કહેવામાં આવે છે તે સાપેક્ષ છે અને અમુક અપવાદોને લક્ષમાં રાખીને આખરી સત્ય હોવાનું ટાળ્યું છે. કોઈપણ નિર્ણય સંપૂર્ણતયા સત્ય છે કે અસત્ય છે તેમ કહી શકાય નહીં. તમામ નિર્ણયો અમુક અપેક્ષાએ સાચા હોય છે અને અમુક બીજી અપેક્ષાએ ખોટા પણ હોય છે.’ જૈન તત્વજ્ઞોએ તો હજુ પણ ઉંડા ઉતરીને આ મુખ્ય ત્રણ વિકલ્પોમાંથી કુલ સાત વિકલ્પો બતાવ્યા છે તે આ રીતે (૧) (૨) (૩) અવક્તવ્યમ (૪) અસ્તિ-નાસ્તિ (૫) અસ્તિ-અવક્તવ્યમ્ (૬) નાસ્તિ-અવક્તવ્યમ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યમ્ (૭) અસ્તિ નાસ્તિ આ સાતે વિકલ્પોને સપ્તભંગી કહેવાય છે. ન્યાય વિતરણની પધ્ધતિમાં આ સપ્તભંગીનો ઉપયોગ નીચે મુજબ થાય. (૧) અસ્તિનું ઉદાહરણ :- વિના કરણ અને ઈરાદાપૂર્વક બળ પ્રયોગ કરવો તે ગુનોછે. (૨) નાસ્તિનું ઉદાહરણ ઃ એક નિર્દોશ અને નિરાધાર અબળા સ્ત્રી ઉપર બળાત્કાર કરનાર સામે બળપ્રયોગ કરવો તે ગુનો નથી. (૩) અસ્તિ – નાસ્તિનું ઉદાહરણ ઃ કાનુન-ભંગ કરીને બળ પ્રયોગ કરવો તે ગુનો છે, પરંતુ પોતાની કાનુની ફરજ બજાવવા બળ પ્રયોગ કરવો પડે તો ગુનો નથી. ૩૧ (૪) (૫) અવક્તવ્યમ્નું ઉદાહરણ ઃ કયા સંજોગોમાં બળપ્રયોગ કરવામાં આવેલ છે તે જાણ્યા સિવાય અમુક બળપ્રયોગ ગુનો બને છે કે કેમ તે કહી શકાય નહિ. અસ્તિ-અવક્તવ્યમ્નું ઉદાહરણ : બળપ્રયોગ કરવો તે ગુનો જરૂર છે, પરંતુ દરેક સંજોગોમાં બળપ્રયોગ ગુનો બને છે તેમ કહી શકાય નહીં. (૬) નાસ્તિ અવક્તવ્યમ્ : અમુક સંજોગો એવા છે કે તેમાં બળપ્રયોગ કર્યો હોય તે અનેકાન્ત દૃષ્ટિ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52