Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ઉપોદ્યાત અનેકાન્ત ફક્ત વિચાર-પ્રક્રિયામાં જ ઉપયોગી છે તેવું નથી. તેનો વ્યાપ વૈશ્વિક છે. કારણ કે વૈશ્વિક પ્રક્રિયામાં સમતા સમતુલા અને સુલભતા પ્રાપ્ત કરવામાં અનેકાન્ત અદૃષ્ટ મદદ કરે છે. ઋગવેદમાં વિશ્વ વ્યવસ્થા માટે એક શબ્દ વપરાયો છે તે છે ઋત. અંગ્રેજીમાં તેને Cosmic Order કહે છે. આ શબ્દનો વિરોધાભાસ દર્શાવવા અનઋતુ શબ્દ થયો જેનો અર્થ અસત્ય પણ થાય છે. એટલે કે જ્યાં વ્યવસ્થા નથી ત્યાં અસત્યનો જન્મ છે. વિશ્વ રચનાનો આધાર સત્ય છે અને અસત્યથી વિશ્વ વ્યવસ્થાનો ભંગ થાય છે તેવો ભંગ થતો અટકાવવા અનેકાન્ત શબ્દ અત્યંત ઉપયોગી છે. સમતા, સમતુલા અને સુલભતા તમામ પ્રકારની વ્યવસ્થાના આવશ્યક અંગો છે. તેના અભાવમાં કોઈપણ વ્યવસ્થા ટકી શકે નહીં. આ ત્રણે અંગેની જાળવણી માટે વિશ્વ દૃષ્ટિની જરૂર છે. આવી વિશ્વદૃષ્ટિને પૂ. મુનિશ્રી સંતબાલજીએ વિશ્વમયતાનું નામ આપેલ. અનેકાન્તના સિધ્ધાંતો મુજબ વિશ્વની તમામ પ્રકારની અપેક્ષાઓનો સંયોજન અનિવાર્ય છે. આ સંયોજનમાં વિક્ષેપ આવે ત્યારે કોઈપણ આયોજનની સમતુલાનો ભંગ થાય અને સમતુલાના ભંગને પરિણામે સમતાનો તેમજ સુલભતાનો પણ ભંગ થવાનો જ. વિવિધ પ્રકારની વિષમતાઓનો વૈયક્તિક અને સામાજિક ધોરણે આપણે જે સામનો કરવો પડે છે તેના મૂળમાં અનેકાન્ત દૃષ્ટિથી પેદા થતી પરિસ્થિતિ જ જવાબદાર છે. આ રીતે અનેકાન્તનો પ્રયોગ ફક્ત વિચારને સ્તરે જ સિમિત નહીં રહેતા સમસ્ત વૈશ્વિક વ્યવસ્થાને સ્પર્શ કરે છે, તેથી અનેકાન્તને આપણી રોજીંદી જીવન પ્રણાલીમાં દાખલ કરી શકીએ તો જીવન કલહના ઘણા પ્રશ્નો ઉપસ્થિત જ થાય નહીં. ન્યાયતંત્ર તો સાંસારિક કલહ અને તેમાંથી જન્મ લેતી વિષમતાઓને નિવારવાનું ક્ષેત્ર છે. જેમાં રોજીંદી જીવન પ્રણાલીના પ્રશ્નો જ ઉપસ્થિત થતા હોય છે. આથી જ ન્યાય વિતરણ પધ્ધતિમાં અનેકાન્તના સિધ્ધાંતોની અનિવાર્યતા સ્પષ્ટ છે. મારો જીવન સંપર્ક આધુનિક ન્યાય પ્રક્રિયા સાથે રહ્યો છે. તેથી પૂ. મુનિશ્રી વાત્સલ્ય દીપ મ.સા.એ મને આ નિબંધ લખવાની પ્રેરણા આપી. ફક્ત થોડાક જ દિવસમાં આ નિબંધ પુરો કરવાની જરૂર હોવાથી ચાલુ વ્યવસાયમાંથી ત્રુટક ત્રુટક સમય - ૭ (અનેકાન્ત દષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52