Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ (૨) નયનો બીજો પ્રકાર “સંગ્રહનય”નો છે. કોઈ વસ્તુ કે કાર્યના સર્વ સામાન્ય કક્ષાના તત્ત્વો ધ્યાનમાં લેવાય પરંતુ તે કાર્ય કેવી રીતે અમલમાં આવ્યું તેની ખસુસ વિગતો ધ્યાનમાં ન લેવાય ત્યારે તે “સંગ્રહનય”નો પ્રકાર બને છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે જૈનો સ્રટ્ઠા સત્ય જ્ઞાત્ મિથ્યા । ના સૂત્રને આ કક્ષામાં મુકે છે. આમ શા માટે તેની ચર્ચા આપણે કરી ગયા. ન્યાય વિતરણના કામમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિનું કુહાડી મારી મોત નીપજાવ્યું તેટલી હકીકત સાબીત થાય. પરંતુ કુહાડી શરીરના કયા ભાગમાં મારી અને તે ભાગમાં મારવાથી મોત નિપજે કે કેમ ? તે જાતના પ્રશ્નો અગત્યના છે કારણ કે તે પ્રશ્નોના જવાબ ઉપર કોર્ટના છેલ્લા નિર્ણયનો આધાર રહે છે. તેથી આવા સંગ્રહનયના પ્રકારના વિધાનો કે પુરાવાઓ છેલ્લો નિર્ણય કરવા માટે પુરતા નથી. તેથી આવા વિધાનોને “સંગ્રહાભાસ”નો દોષ હોય છે. (૩) નયનો ત્રીજો પ્રકાર “વ્યવહારનય”નો છે. જ્યારે આપણે વ્યવહારમાં દૃષ્ટિગોચર થતી વસ્તુઓ ઉપર જ ખ્યાલ કરીએ છીએ અને તેમના ઉદ્ભવસ્થાનની ઉપક્ષા કરીએ છીએ ત્યારે આપણું વિધાન કે કાર્ય ‘વ્યવહાર નય’ની કક્ષામાં આવે છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે ચાર્વાક મતવાદીઓ આ કક્ષામાં આવે કેમ કે તેમનું તત્વજ્ઞાન યાવત્ નીવેત્ સુવું નીવેત્ ના સૂત્રમાં જ સમાય છે. ન્યાય વિતરણ દરમ્યાન જો ફક્ત એટલો જ પુરાવો મળે કે અમુક વ્યક્તિએ અમુક શસ્ત્ર દ્વારા કોઈ બીજી વ્યક્તિનું મોત નિપજાવ્યું. પરંતુ વિશેષ કોઈ એવો પુરાવો ન આવે કે તે વ્યક્તિએ આ પ્રકારનું કાર્ય કર્યું તેની પાછળ શું કારણ કે હેતુ હતો તો ફક્ત મોત થયું તેટલા જ પુરાવા ઉપરથી ઠરાવ આપવામાં આવે અને તેમ થાય તો ગંભીર અન્યાય થવા સંભવ છે અને તેવા અન્યાયના કારણભૂત “વ્યવહારાભાસ”નો દોષ ગણાય. (૪) નયનો ચોથો પ્રકાર “ઋજુસૂત્ર” નયનો છે. આ નયમાં અમુક સમયે જ વ્યવહારમાં જે વસ્તુ દૃષ્ટિ ગોચર થાય છે તે વસ્તુને જ લક્ષમાં લઈને નિર્ણય કરવામાં આવે છે. બૌધ્ધ તત્વજ્ઞો ચાલુ જીવન પધ્ધતિમાં ક્ષણે ક્ષણે બદલાતી જતી પરિસ્થિતિને જ ધ્યાનમાઙ્ગ લઈ પોતાના ક્ષણિક વાદનું સર્જન કરે છે અને આ તમામ પરિવર્તનશીલ પરિસ્થિતિઓ પાછળ ગતિ આપનાર ચૈતન્ય છે તેની ઉપેક્ષા કરે છે અને તેથી તેઓ આ ઋજુસૂત્ર નયનો દોષ વહોરે છે. અનેકાન્ત દૃષ્ટિ ૧૨૭ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52