________________
તે “માયા” છે તેમ ન કહી શકાય. આ રીતે બ્રહ્મવાદીઓનો મત એકાન્તિક છે તેમાં ફક્ત આંશિક સત્ય છે.
આજ રીતે પાણીના પ્રવાહના અગર દીપશિખાના જવલનમાં કોઈ એક સમયે એક બિન્દુ સ્થાયી રહેતું નથી. પરંતુ તેની જગ્યાએ બીજુ તેજ પ્રકારનું બિદું જરૂર આવે છે, પરંતુ તમામ બિન્દુઓનો અંતર્ગત સ્વભાવ તેમજ રસાયનિક ઘડતર કાયમ એક સરખા જ રહે છે. દા.ત. પાણી તેના દરેક બિન્દુમાં H o વાળા રાસાયણિક દ્રવ્યો એક સરખા જ રહે છે અને તેજ રીતે જીવાત્મા જુદા જુદા બાહ્યરૂપ ધારણ કરે છતાં તેનો અંતર્ગત સ્વભાવ અને હસ્તી તેના તેજ રહે છે. આથી બૌદ્ધ-મત પણ આંશિક સત્ય ધરાવે છે અને તેથી એકાન્તિક છે.
જૈન તત્વજ્ઞો આ બન્ને મતોનો સમન્વય કરીને કહેશે કે આત્મા (જીવ) મુળ દ્રવ્યની દષ્ટિએ શાશ્વત છે. પરંતુ પર્યાય (બદલતી પરિસ્થિતિ) ની દૃષ્ટિએ અશાશ્વત છે. આ દષ્ટિ અનેકાન્તની છે એટલે કે જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈને બન્ને પ્રકારના દષ્ટિકોણથી આત્માની ઓળખ બાબત નિર્ણય કર્યો. આ પ્રકારની તર્કદષ્ટિ જીવનના તમામ પ્રસંગોમાં ઉપયોગી થાય છે. જે ન્યાય-વિતરણની પ્રક્રિયામાં તો ખાસ ઉપયોગી છે. અગાઉ મનુષ્ય વધના દાખલામાં જોયું તેમ “સ્વ બચાવ” ની દષ્ટિએ જોઈએ તો તહોમતદાર ખૂનના આરોપમાંથી છુટકારો મેળવવાને પાત્ર ઠરે છે. બીજી દષ્ટિએ તાત્કાલિક ઉશ્કેરાટના કારણે હલકા પ્રકારનો ગુનો સાબીત થાય છે. જ્યારે કોઈપણ કારણ વિના અપરાધ કર્યો હોય તો ખૂન કરવા માટે ક. ૩૦૨ નીચે જન્મટીપ અગર ફાંસીને પાત્ર ઠરે છે. કેસ ચાલતા દરમ્યાન પુરાવાની તુલના કરવામાં પણ અમુક પુરાવો અમુક અપેક્ષાથી જોવાય તો તહોમતદાર સજાને પાત્ર અને બીજા પ્રકારની અમુક અપેક્ષા દૃષ્ટિથી જોવાય તો નિર્દેશ સાબીત થાય.
ઉપરના વિશ્લેષણનો આધાર નયવાદના સિધ્ધાંતો છે. તેથી આ જ્યવાદની સમીક્ષા વિદ્વાનોએ અતિ બારીકાઈથી કરી છે. તેમણે નયવાદના બે પ્રકારો કહ્યાં છે. (૧) દ્રવ્યાર્થિક નય, (૨) પર્યાયાર્થિક નય. વસ્તુના મુળ એટલે કે અસલ સ્વરૂપને દ્રવ્ય કહે છે. એટલે તે અસલ સ્વરૂપને જ લક્ષમાં રાખીને જે નિર્ણય લેવાયો હોય તે દ્રવ્યાર્થિક કહેવાય. પરંતુ દ્રવ્યનું બાહ્ય રૂપાંતર થાય તેને પર્યાય કહે છે અને તે રૂપાંતરને લક્ષમાં રાખીને જે નિર્ણય લેવાય તે પાર્યાયાર્થિક નય કહેવાય.
વસ્તુની ખરી ઓળખ મેળવવી હોય તો આ બન્ને પ્રકારના નયોને લક્ષમાં
(અનેકાન્ત દષ્ટિE
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org