Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ છે તે વિચાર અને વસ્તુ નિર્ણય કરનાર વ્યક્તિના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે. આથી કોઈ પણ નિર્ણય સંપૂર્ણ રીતે વાસ્તવદર્શી (વૈષયિક) Objective રહી શકતો નથી. તેમાં વૈયક્તિક (subjective) પ્રભાવ પણ પડતો હોય છે અને આ વૈયક્તિક પ્રભાવ વ્યક્તિ વ્યક્તિ દીઠ જુદો હોય છે તેથી તેટલે અંશે વસ્તુ કે વિચારનું અસલ સ્વરૂપ શું છે તે નક્કી કરવામાં કઠીનાઈ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિને પ્રિન્સીપલ ઓફ અનસર્ટનીટી (અચોક્કસતાનો સિધ્ધાંત) કહે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે જે જે નિર્ણયો લઈએ છીએ તેના ઉપર જણાવેલ બે મુખ્ય તત્ત્વો છે તે બન્ને પરિપૂર્ણ હોતા નથી અને તેમ હોવાથી જે જે અપેક્ષાએ તે નિર્ણયો લેવાયા હોય તે તે અપેક્ષાએ તેનું આંશિક સત્યસ્વીકારીને આગળ ચાલીએ અને તેવા બધા આંશિક સત્યોનો સુમેળ સાધીએ તો આપણી દૃષ્ટિ અને કાન્તિક બની શકે. જૈન દાર્શનિકોએ આ વાત એક તદન સાદા અને ઘણા જાણીતા ઉદાહરણથી સમજાવી છે. તેમણે કહ્યું કે ચાર-પાંચ અંધ વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે તમો હાથી પાસે જાઓ અને તે કેવો છે તેનું વર્ણન કરો. આથી આ અંધજનોએ આ આદેશનો અમલ કર્યો અને દરેકે હાથીનું વર્ણન જુદી જુદી તેમના સ્પર્ધાનુભવ મુજબ આપ્યું. કોઈ કહે સર્પ જેવો છે, તો કોઈ કહે દોરડા જેવો છે. કોઈ કહે ભીંત જેવો છે તો કોઈ કહે થાંભલા જેવો છે. આ રીતે જેણે હાથીના જે અંગને સ્પર્ષ કર્યો તે અંગેનું સ્પર્ષજ્ઞાન મેળવી પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેમાંનો કોઈપણ નિર્ણય સંપૂર્ણતયા ખોટો હતો તેમ કહેવાશે? આ અંધજનોની જ્ઞાન પ્રાપ્ત કરવાની જે મર્યાદા હતી તે ધ્યાનમાં રાખીએ તો તેઓ જુઠું બોલી રહ્યા છે તેવું વિધાન તો આપણે નહીં જ કરીએ કેમ કે તેઓ દષ્ટિહીન માણસો હતા અને હાથીનું પૂર્ણ સ્વરૂપ જોઈ શકતા નહોતા. આથી સ્પષેન્દ્રિયથી જે જ્ઞાન મળ્યું તે આખરી છે તેમ માનીને તેઓએ પોતાનો અભિપ્રાય આપ્યો જે અભિપ્રાય ફક્ત અંશતઃ જ સાચો હતો. તે બધા અંશતઃ અભિપ્રાયના સત્યાસોને જો જોડી શકીએ તો કદાચ હાથીના સ્વરૂપનો કાંઈ ખ્યાલ આવે છતાં આ ખ્યાલ પણ સર્વાંશે સાચો નહીં હોય. આજ દશા આપણા તત્ત્વદર્શનની તેમજ રોજીંદા સામાજિક વ્યવહારની છે. જે કોઈ વ્યક્તિ સત્યનું (આત્મ સ્વરૂપનું) દર્શન સંપૂર્ણ રીતે કરી શકે છે તેનું જ્ઞાન અગાધ છે અને તેને જૈન વિચારકો “કેવળી”ની સંજ્ઞા આપે છે. તેઓ આત્મસ્વરૂપના હાથીને સમગ્રતાથી જોઈ શકે છે. આપણી સામાન્ય માનવીઓની જ્ઞાનદષ્ટિઅતિ સિમિત (અનેકાન્ત દૃષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52