Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ સત્યનો નહિ પરંતુ સંપૂર્ણ સત્યની જેટલી નજીક જઈ શકાય તેટલું નજીક જવાનો પ્રયત્ન કરે છે. તેમાં બુદ્ધદેવની નકારાત્મક પદ્ધતિ કરતાં મહાવીર દેવની સકારાત્મક પદ્ધતિ સંસારના વ્યવહારની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. બુદ્ધદેવનો અભિગમ સંસારિક એષણાઓના સંપૂર્ણ ત્યાગનો જ હતો. તેથી એકાન્તિક મંતવ્યોમાં શું સાચું છે તેની શોધ કરવાની માથાકુટમાં પડયા વિના તેમનો એકાન્તિક મતનો સંપૂર્ણ ત્યાગ કરી દુ:ખ નિવારણનો સીધો રસ્તો સંસાર ત્યાગનો જ પકડયો. તેમનો આ અભિગમ છેવટે શુન્યવાદ તરફ ગયો. સંસાર ત્યાગની તેમના અંગત જીવનની ઘટના પણ આજ રીતે ઘટી. જેથી જ્યારે તેમને જ્ઞાન થયું કે સંસારમાં દુઃખ છે અને તે દુઃખના નિવારણો માર્ગ પણ છે ત્યારે તેમણે કોઈની પણ રાહ જોયા વિના રાત્રીના અંધકારમાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને સુતા રાખી તેમનો અને સંસારની તમામ વસ્તુઓનો ત્યાગ કરી સંન્યસ્થ ગ્રહણ કર્યું. જ્યારે ભગવાન મહાવીરે હકારાત્મક અભિગમનો સ્વીકાર કર્યો અને સંસારનો ત્યાગ કર્યા વિના જે સાંસારિક વ્યવહાર અનિવાર્ય થઈ પડે છે તેની વિષમતાઓમાંથી માર્ગ કાઢવાનો રસ્તો બતાવ્યો અને કહ્યું કે જીવનની દરેક પરિસ્થિતિમાંથી જ્યારે વિસંવાદ ઉત્પન્ન થાય છે ત્યારે તેવું વર્તન શા કારણે અને કેવા સંજોગોમાંથી ઉત્પન્ન થયું છે તેનો વિચાર કરીએ તો વિસંવાદની ઉગ્રતા કાબુમાં જરૂર આવે. આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા અનેકાન્તવાદનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે દુવિ જીવનના કોઈપણ પ્રસંગ કે વિચારને કોઈપણ એક ચોક્કસ દૃષ્ટિથી મૂલવવાને બદલે જેટલી ઉપલબ્ધ હોય તે તમામ વિવિધ દૃષ્ટિઓથી મૂલવવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ એક પ્રસંગ કે વિચારનો ન્યાય કરવાનો સમય આવે ત્યારે તેના દરેક પહેલુઓને સમજીએ તો સત્યાન્વેષણની ક્રિયા સબળ બને અને ત્યારે તમારો નિર્ણય એકાન્તિક કે એક લક્ષી હોવાને બદલે અનેકાન્તિક થશે. ભગવાન મહાવીરના અંગત જીવનમાં પણ તેવું જ થયું. સંસાર ત્યાગી સન્યાસ લેવાની તેમની અભિલાષા ઘણા સમયથી હતી. તે સમયે માતાજી હૈયાત હતા. તેથી તેમની સન્યાસ લેવા બાબત પરવાનગી તેમણે માંગી પણ માતાજીની પરવાનગી મળી નહિ. પરંતુ બુદ્ધદેવની પેઠે તેમણે કોઈનીપણ જાણ વિના સંસાર ત્યાગવાનું પસંદ ન કર્યું. તેમની અનેકાન્તની દૃષ્ટિ માતાજીના આગ્રહને સમજી શકી તેથી કોઈપણ વિસંવાદ ઉત્પન્ન થયો નહિ અને સંસાર શું સરસો રહે, પણ મન પ્રભુની પાસ જેવો અભિગમ અનેકાન્ત દૃષ્ટિ ૧૨૬ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52