________________
વિવિધ રીતે રજુ કરે છે. આથી ઋગ્વદમાં કહ્યું “એ સદ્ વિUT: વહુધા વતિ ” આનો અર્થ એ થયો કે જો કે પરમ સત્ય એક જ છે છતાં જે જુદી જુદી અપેક્ષાએ તેની રજુઆત થઈ હોય તે અપેક્ષાએ તેનો સ્વીકાર કરો તો વૈચારિક ઘર્ષણ જરૂર ટાળી શકાય.
આઠમી શતાબ્દીમાં થએલા આચાર્ય હરિભદ્ર સૂરિજીએ ભારતના તમામ તત્ત્વદર્શનોની વિવેચના કરતો ગ્રંથ પદ્દર્શન સમુચ્ચય લખેલ છે તેમાં જિન પરમાત્માનું વર્ણન પ્રથમ શ્લોકમાં કરતાં તેઓશ્રીએ તેમને “સ્યાદ્વાદ દેશક” કહ્યા છે. શ્રી ગુણરત્ન સુરીજીએ અહીં સ્યાદવાદ જે અનેકાન્તવાદ તરીકે પણ ઓળખાય છે, તેનો અર્થ નીચે મુજબ સમજાવ્યો છે : “જયારે કોઈ એક દર્શન પોતે કહેલ વસ્તુનો અંશ સંપૂર્ણ સત્ય છે તેવો આગ્રહ રાખે છે ત્યારે તે સહજ રીતે બીજો દર્શન જે પણ પોતાના મત વિશે તે પ્રકારનો જ આગ્રહ સેવે છે, તેની સાથે જરૂર ઘર્ષણમાં ઉતરે છે. પરંતુ દરેક દર્શન પોતે કઈ અપેક્ષાએ પોતાના મંતવ્યને સાચું માને છે અને બીજા દર્શનો તેમને પોતાને કઈ અપેક્ષાએ સાચુ માનતા થયા છે તે જાણવાનો પ્રયત્ન કરે તો તરત જ તેને દરેકના સત્યાંશોની ભાળ મળશે અને વિરોધ દૂર થઈ દરેક સત્યાંશોનો આદર કરવા લાગશે અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનું દર્શન થશે. અનેકાન્તના સ્વરૂપને પામવાનો આ એક જ માર્ગ પ્રશસ્ત છે.” (ભાષાન્તર)
વસ્તુનું હકારાત્મક તેમજ નકારાત્મક સ્વરૂપ .
સારીએ વિશ્વરચનાનો ઉંડાણથી અભ્યાસ કરીશું તો માલુમ પડશે કે જીવનના તમામ પ્રસંગો કે દ્રષ્ટિગોચર થતી વસ્તુઓમાં હકારાત્મક અને નકારાત્મક તેમ બન્ને તત્ત્વોનું વિચિત્ર સંમિશ્રણ હોય છે, જે દ્રષ્ટિગોચર નથી હોતું, પરંતુ અનુભવ ગોચર જરૂર હોય છે. આ બન્ને તત્ત્વોનું અસ્તિત્વ પરસ્પરાવલંબી હોય છે. ઠંડીનો અનુભવ ગરમી હોય તો જ થાય છે. મીઠાશનો અનુભવ કડવાશ હોય તો જ થાય છે. જગતની તમામ વસ્તુઓનું ટેમ્પરેચર અગર સ્વાદ એક સરખો જ હોય તો તે વસ્તુના ગુણધર્મોથી તેની ઓળખ કરવાનું અશક્ય છે. અનેકાન્તનો સિદ્ધાંત આ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે તેથી વસ્તુ કે વિચારના નિરૂપણમાં જેટલું સ્થાન તે હકારાત્મક પહેલને આપે છે તેટલું જસ્થાન નકારાત્મક પહેલુઓને પણ આપે છે. પરમસત્યના આવા નકારાત્મક સ્વરૂપની અગત્ય ઉપનિષદના ઋષિઓને પણ સમજાએલ અને તેથી આત્માની ઓળખ તેમણે હકારાત્મક તેમજ નકારાત્મક તેમ બન્ને સ્વરૂપે આપીને કહ્યું – તટું ત તનેગતિ ત૮ ટૂ
અનેકાન્ત દૃષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org