Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ અનેકાન્તની તાત્વિક ભૂમિકા: જૈન દાર્શનિકોએ જોયું કે સંસારની દરેક વસ્તુ અનંતધર્માત્મક છે એટલે તેમાં વિવિધ પ્રકારના ગુણ ધર્મો હોય છે. દરેક વ્યક્તિ આ તમામ ગુણધર્મોને લક્ષ્યમાં લઈને વિચરતો નથી કે વિધાનો કરતો નથી, પરંતુ એક કેવિશેષ ગુણધર્મોથી આકર્ષાઈ પોતાનો નિર્ણય બાંધે છે. તેજ વસ્તુના બીજા ગુણધર્મોથી આકર્ષાઈ બીજી વ્યક્તિ પોતાનો જુદો અભિપ્રાય બાંધે છે. આ બન્ને વ્યક્તિઓના અભિપ્રાયો એક જ વસ્તુ કે વિચાર બાબતના છે, છતાં તદન ભિન્ન ભિન્ન પ્રકારના છે, કેમ કે બન્નેમાંથી કોઈ એક વસ્તુના સમગ્ર ગુણધર્મોને લક્ષમાં લઈને પોતાનો અભિપ્રાય બાંધ્યો નથી. આવી પરિસ્થિતિમાં બન્ને વચ્ચે તે વસ્તુ બાબતના નિર્ણયમાં ફેરફાર હોય તે સંપૂર્ણ રીતે સંભવિત છે. પરંતુ બન્ને જો આંતર નિરિક્ષણ કરી જુવે કે વસ્તુના કયા કયા ગુણધર્મો જોઈને તેણે અભિપ્રાય બાંધ્યો છે તો બંન્ને વચ્ચેના વિચાર ઘર્ષણને અવકાશ રહેશે નહિ. આ અંગે અનેકાન્તનો સિદ્ધાંત કહે છે કે વસ્તુના તમામ ગુણધર્મોનો અભ્યાસ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બીજી વ્યક્તિઓનો અભિપ્રાય તદન ખોટો છે કે સાચો છે તેમ કહી શકાય નહીં. બન્ને અભિપ્રાયો પોતપોતાના અભ્યાસની અપેક્ષાએ સાચા છે જો કે સમગ્રતાની અપેક્ષાએ સંપૂર્ણ સાચા નથી. ઉદાહરણાર્થ -દહીંના અનેક ગુણો છે પરંતુ શરદી થએલ વ્યક્તિને તેના અમુક પ્રકારના ગુણધર્મો નુકશાન કરે અને બીજી વ્યક્તિને તેના તેજ ગુણધર્મો ફાયદાકારક નીવડે. જો બન્ને વચ્ચે વિવાદ થાય કે દહીં ખાવું સારું કે નહીં તો તે વિવાદનો અંત અનેકાન્તની દષ્ટિએ એ રીતે લાવી શકાય કે બન્ને વ્યક્તિઓની શારિરીક તંદુરસ્તીની અપેક્ષાએ બન્ને સાચા છે. કાલાંતરે એક જ વસ્તુના ગુણધર્મોમાં ફેરફાર થયા કરે છે. દા.ત. કેરી કાચી હોય ત્યારે ખાટી હોય છે પણ પાક્યા બાદ મીઠી થાય છે તેજ રીતે દરેક વસ્તુનું છે અને માનવ જીવનનું પણ તેમજ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એકની એક વ્યક્તિના વિચારો તથા સ્વભાવમાં ભિન્નતા આવે છે તે હકીકત બીન તકરારી છે. ત્યારે તે વ્યક્તિનો પરિચય કોઈ બીજી વ્યક્તિને બાલ્યાવસ્થામાં થયો હોય તો કે કાચી તેમજ અપકવ બુધ્ધિનો જણાય. બીજી વ્યક્તિને તેજ વ્યક્તિનો અનુભવ યુવાવસ્થામાં થયો હોય તો તે ઉગ્ર સ્વભાવનો અને ઉતાવળીઓ માલુમ પડે. ત્રીજી વ્યક્તિને વૃધ્ધાવસ્થામાં તેનો પરિચય થયો હોય તો તે ચિંતનશીલ અને ઠરેલ સ્વભાવનો માલુમ પડે. આ રીતે એક જ વ્યક્તિ માટેના ત્રણ જુદા જુદા અભિપ્રાયો થયા. પરંતુ તે ત્રણે અભિપ્રાયો મૂળ વ્યક્તિની ઉંમર તથા અનુભવની અપેક્ષાઓ છે તેથી તેમાં કોઈ (અનેકાન્ત દષ્ટિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52