Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ તતિ તે ચાલે છે અને નથી પણ ચાલતુ, તે દૂર છે અને નજીક પણ છે. વિશેષમાં બૃહદારણ્યક ઉપનિષદના ઋષિએ પણ કહ્યું તે પૂળ પણ નથી અને સુક્ષ્મ પણ નથી, તે હસ્વ પણ નથી અને દીર્ઘ પણ નથી. તૈતરીય ઉપનિષદ્ધાં પણ એજ પ્રકારની ભાવના વ્યક્ત કરીને કહ્યું કે, પરમ સત્ય મૂર્તિ - અમૂર્ત, વાચ્ય-અવાચ્ય, વિજ્ઞાન-અવિજ્ઞાન અને સત્-અસત્ રૂપ છે. આ રીતે સત્યની ઓળખ જુદી જુદી અપેક્ષાએ એક જ વસ્તુના પરસ્પર વિરોધાભાસ દર્શાવતા ધર્મો જુદી જુદી અપેક્ષાએ હોઈ શકે છે તેનો સ્વીકાર કરવો તે અનેકાન્તને સમજવા માટે અતિ જરૂરનું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ કોઈપણ પ્રસંગનું સાતત્ય સમજવા માટે આ સિદ્ધાંત અતિ ઉપયોગી છે. આપણે જ્યારે કોઈ એક વ્યક્તિની ઓળખ આપવાની હોય ત્યારે તેને હકારાત્મક તેમજ નકારાત્મક બન્ને દૃષ્ટિ બિન્દુઓથી આપીએ તો સંપૂર્ણ સ્પષ્ટતા થશે. તે વ્યક્તિ કોઈ બીજી એક વ્યક્તિનો પિતા છે, પરંતુ એક ત્રીજી વ્યક્તિનો પિતા નથી, પરંતુ પતિ છે. આ રીતે તેની ઓળખ આપવાથી વિશેષ ચોકસાઈ થઈ શકે છે તે આપણા રોજીંદા અનુભવની વાત છે. આ વિષય બાબતમાં ન્યાય વિતરણની પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તે જોઈએ. કોઈ એક વ્યક્તિએ એક બીજી વ્યક્તિનું ખૂન કર્યું અને મામલો ઈન્સાફ માટે કોર્ટ પાસે આવ્યો. ઈન્ડીઅન પીનલ કોડમાં માનવ-વધના બે પ્રકારો છે – એક હલકા પ્રકારનો ગુનો બને છે અને બીજો ભારે પ્રકારનો. ભારે પ્રકારના ગુનામાં મોતની અગર જન્મટીપની સજા થાય, જયારે હલકા પ્રકારના ગુનામાં તેથી હળવી સજા થાય. પ્રશ્ન એ છે કે પ્રસ્તુત કેસમાં આ બન્નેમાંથી કયા પ્રકારનો ગુનો થાય છે? કેસમાં જે પુરાવો રજુ થયો છે તે એમ બતાવે છે કે તહોમતદાર સામાન્ય રીતે શાંત પ્રકૃતિનો માણસ છે કે જે સામાન્ય સંજોગોમાં મનુષ્ય વધ કરવા જેટલી કક્ષાએ જાય નહી. આથી કુદરતી રીતે જ એવો પ્રશ્ન થાય છે કે એવું તો શું બન્યું કે આવી શાન્ત પ્રકૃતિની વ્યક્તિએ આવું ભયંકર કૃત્ય કર્યું ? આ પ્રશ્નના જવાબ રૂપે રજુ થએલ પુરાવામાંથી એવું જાણવા મળ્યું કે તહોમતદારે જોયું કે મરનાર વ્યક્તિ તેની પત્નિ સાથે વ્યભિચાર કરવાના ઈરાદાથી બળાત્કાર કરતો હતો. તેથી તાત્કાલિક ઉત્પન્ન થએલ ઉશ્કેરાટને વશ થઈને તેણે આ કૃત્ય કરેલ છે. આવા સંજોગોમાં તહોમતદારનું કૃત્ય કાં તો સ્વ-રક્ષણનું હોય અગર હલકા પ્રકારના મનુષ્ય વધનું હોય. આ બન્ને વિકલ્પો પણ અનેકાન્ત દષ્ટિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52