________________
ધારણ કરી સંસારમાં ચાલુ રહ્યા. બાદ માતાના મૃત્યુ પછી તેમણે ફરી પોતાની સન્યસ્ત લેવાની ઈચ્છા વડીલ બંધુ પાસે જાહેર કરી. આથી વડીલ બંધુને પણ દુઃખ થયું અને કહ્યું કે માતાજી તો ગયા અને ભાઈ તમે પણ અમોને છોડીને જશો તો અમારી લાગણીનો તો વિચાર કરો. મહાવીરનો અનેકાન્તવાદ ફરી તેમની મદદે આવ્યો અને વિરક્તિના ભાવપૂર્વક તેઓએ સંસારમાં રહેવાનું ચાલુ રાખ્યું. સંસારમાં રહેવા છતાં સંસારિક એષણાઓ તેમને સ્પર્શી શકતી નહોતી. પરંતુ તે છતાં પણ સન્યાસ લેવાની તેમની ઈચ્છા એટલા માટે હતી કે સાધનાની સુવિધા રહે અને સન્યાસનો કઠણ માર્ગ ગ્રહણ કરી તપશ્ચર્યાથી અજિત કર્મોની નિર્જરા થઈ શકે. જયારે વડીલ બંધુને તથા બીજા કુટુંબીઓને લાગ્યું કે સાધના કરવાની તેમની ઈચ્છાનો વિરોધ કરવો ઈચ્છનીય નથી. ત્યારે તેમણે સામેથી જ ભગવાનને સન્યાસ લેવાની પરવાનગી આપી. સન્યાસ લીધા. પછી પણ ભગવાનના જીવનમાં જે જે પ્રસંગો આવ્યા તે તમામને તેઓશ્રીએ પોતાના અનેકાન્તવાદના સિદ્ધાંતથી જ મૂલવ્યા છે.
આ રીતે અનેકાન્ત તે જીવનસ્પર્શી સિદ્ધાંત છે તેમ ભગવાનના પોતાના જ જીવન પ્રસંગોથી સાબીત થઈ શકે છે. જૈન ધર્મના તમામ મૂળભૂત સિદ્ધાંતોની રચના પાછળ અનેકાન્તનો સિદ્ધાંત કામ કરે છે. આ રીતે અનેકાન્ત જૈન તત્વજ્ઞાનની ચાવી રૂપ છે.
અનેકાન્તનું સ્વરૂપ
અનેકાન્તનું અંતિમલક્ષ્ય સત્ય શોધનનું છે અને તેથી જીવનના દરેક પ્રસંગમાં કે વિચાર વૈવિધ્યમાં શું રહસ્ય છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે અને શા માટે થઈ છે તેનું સંશોધન કરી જે અપેક્ષાએ તેનું સાતત્ય સાબીત થાય તેનો સ્વીકાર કરવાનો તેમાં પ્રયાસ છે. પરમસત્યની શોધ વેદોના ઋષિમુનિઓએ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પરમ સત્યની વિવિધ આયામિતા પામવાનું અતિ મુશ્કેલ હતું અને તેની કાંઈક ઝાંખી થઈ હોય તો પણ ભાષામાં રજુ કરી તેનો ખ્યાલ આપવાનું પણ મુશ્કેલ હતું. આથી નેતિ-નેતિ કહીને તેનું નકારાત્મક દષ્ટિબિંદુ રજુ કર્યું. સાકરનો સ્વાદ શું છે તેનું વર્ણન કરીને તેનો હકારાત્મક ખ્યાલ આપવાનું અશક્ય છે. પરંતુ તે અમુક પ્રકારના સ્વાદ જેવો નથી તેમ જણાવી તેનો નકારાત્મક ખ્યાલ જરૂર આપી શકાય. વેદોના ઋષિઓને ચિંતનને પરિણામે જણાયું કે પરમસત્યનું મૂળ સ્વરૂપ તો એક જ છે પરંતુ વિદ્વાનો તેને
(અનેકાન્ત દષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org