________________
પૂર્વભૂમિકા ઈસ્વીસનની ચોથી શતાબ્દીમાં જૈન આચાર્યશ્રી સિધ્ધસેન દિવાકરે અનેકાન્તવાદના સિધ્ધાંતને ગુરુપદે સ્થાપી નમસ્કાર કરતા કહ્યું :
जेण विणा लोगस्स वि ववहारो सव्वहाण णिवडई । तस्स भुवणेक्क गुरुणो णमो अणेगंत वायस्स ।।
- સન્મતિ તર્જ રૂ/૭૦) અર્થાત : જેના વિના લોક વ્યવહાર સર્વધા અસંભવ છે અને જે સમસ્ત સંસારનો એકમાત્ર ગુરુ છે તે અનેકાન્તવાદને નમસ્કાર હજો.
સમસ્ત સંસારનો વ્યવહાર જેના વિના સર્વધા અસંભવ હોય તેવા અનેકાન્તવાદના સંશોધક ભગવાન મહાવીરને પણ આપણા નમસ્કાર હજો.
ઈ.સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં ફક્ત ભારતમાં જ નહિ પરંતુ તે સમયના સમસ્ત વિશ્વમાં એક વૈચારિક ક્રાન્તિનો ઉદભવ થયો હતો, તે સમયે ચીનમાં લાઉન્સે અને કન્ફયુસીઅસ, મધ્ય પૂર્વમાં જરથુષ્ટ્ર, ભૂમધ્ય સરોવરના પૂર્વ કિનારે સોક્રેટીસ પહેલાંના પાયથાગોરસ વગેરે ગ્રીક વિચારકો અને ભારતમાં મહાવીર, ભ, બુદ્ધ, આજીવિકો અને બીજા તરેહ તરેહના તત્ત્વજ્ઞાનીઓ થયા. આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, કુદરતી બળો કેવી રીતે કામ કરે છે ? તેનો કોઈ કર્તા છે કે આ બધું આપ મેળે જ ચાલે છે? માનવ જીવનના સુખ દુઃખનું શું કારણ છે? સુખની પ્રાપ્તિ અને દુઃખનું નિવારણ કેવી રીતે થાય ? મનુષ્ય જીવનની સમાપ્તિમાં જ જીવનનો અંત છે કે મૃત્યુ બાદ પણ કાંઈક છે? આ અને આવા અનેક દાર્શનિક પ્રશ્નો ચિતનને ક્ષેત્રે વિશ્વભરમાં જ્યાં જ્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો ત્યાં ઉઠતા ગયા.
ભ. મહાવીરના સમયમાં ભારતમાં ઉપનિષદોની રચના શરૂ થઈ ગયેલ. પરંતુ વૈચારિક સંઘર્ષ અને દાર્શનિક વિવાદ તેની ચરમ સીમાએ પહોંચી ગએલ. જૈન સાહિત્યનો અતિપ્રાચિન ગ્રંથ સુત્રકૃતાં. તે સમયે પ્રચલિત દાર્શનિક વિચારોના પ્રકારો વર્ણવે છે. જૈન આગમો અનુસાર ભ. મહાવીરના સમયમાં કુલ ૩૬૩ દાર્શનિક મતો હસ્તી ધરાવતા હતા અને દરેક પોતે પોતાના મતના આગ્રહી હતા. એક બાજુ વેદના અધ્યયનોના ગૂઢાર્થને ત્યજી યજ્ઞોના હિંસક વિધિ વિધાનો અને આચારસંહિતા સામે વિરોધ ઉત્પન્ન થયો હતો અને ઈશ્વરના કર્તુત્વનો ઈન્કાર કરી સંસારના વૈવિધ્ય બાબત જુદા જુદા પ્રકારના ખુલાસાઓ દાર્શનિકો તરફથી થતા હતા. બીજી તરફે સમાજમાં ઉચ્ચ નીચના ભેદ, આચારશિથિલતા અને ધાર્મિક વિધિ વિધાનોના પ્રાબલ્યથી સામાન્ય જનતા ત્રાસી ગયેલ હતી. -અનેકાન્ત દષ્ટિ)
(૧૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org