Book Title: Jivan Vyavaharni Sahajikta Author(s): T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 7
________________ ભાવાંજલિ સ્વ. શ્રી ધીરુભાઈ સાથેનો મારો ગાઢ મૈત્રી ભરેલ સંસર્ગ ૬૫ વર્ષથી વધુ સમય રહ્યો તેથી હવે તે આપણી વચ્ચે નથી તે વાસ્તવિકતાનો સ્વીકાર માનસિક રીતે હું કરી શકતો નથી. કાયદા શાસ્ત્રના અભ્યાસમાં અમો સાથે જોડાયા તે પહેલાંની અમારી મૈત્રી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન પણ અમો બંને સાથે જ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં તેમજ હોસ્ટેલમાં સાથે. કાનુની અભ્યાસ પૂરો કર્યા બાદ વ્યવસાયી દૃષ્ટિએ અમો જુદા પડયા. તેઓ પુનામાં તેમના મામાશ્રીની સાથે મેન્યુફેકચરીંગના વ્યવસાયમાં જોડાયા જયારે રાજકોટમાં કાનુની ક્ષેત્રે વકીલના વ્યવસાયમાં હું જોડાયો. તેમ છતાં અમારો અંગત મૈત્રી સંબંધ વધુને વધુ ગાઢ થતો ચાલ્યો. પુનામાં ધીરુભાઈએ ફક્ત આપ બળે જ શુન્યમાંથી મોટું સર્જન કર્યું અને પોતાના લઘુ બંધુઓ શ્રી દીનકરભાઈ તથા સ્વ. મહાસુખભાઈને પણ પુના બોલાવી ધંધાસર કર્યા. આવું વ્યવહારીક શાણપણ અને શાલીનતા હોવી તે આપણા સમાજમાં ખાસ નવીનતા નથી. પરંતુ વ્યાપારી વ્યવસાયમાં ગળાડુબ રહેવા છતાં તેમણે તેમનો પુસ્તક પ્રેમ, વાંચન અને સંગિત પ્રીયતા ઓછી થવા દીધી નથી. તેમની પાછળ આજે તેઓ માનવ જીવનને સ્પર્શતા તમામ વિષયોને લગતા હજારોની સંખ્યામાં જે પુસ્તકો મુકતા ગયા છે તે કોઈપણ જાહેર વાંચનાલયની સાથે સ્પર્ધા કરી શકે તેવા અને તેટલા છે. પુનામાં દર વર્ષે ભરાતી સવાઈ ગાંધર્વની રાત્રી મહેફીલોમાં છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ થયા તેમણે અચૂક હાજરી આપી છે. શ્રી આનંદમયી માતાજી તથા શ્રી ગોહેંકાજીના તેઓ અનન્ય ભક્ત હતા અને વિપશ્યનાની ઘણી શિબિરો તેમણે ભરી પુનાની લાયન્સ કલબના પ્રમુખ પણ રહી ચૂક્યા અને જાણીતી પુના કલબના લાઈબ્રેરી વિભાગના ઓન. સેક્રેટરી તથા વાઈસ પ્રેસીડન્ટ તરીકે તેમણે સેવા આપી કલબની લાઈબ્રેરીને અદ્યતન સ્વરૂપ આપી સમૃદ્ધ બનાવી, સામાજિક ક્ષેત્રે તેમણે પુના ગુજરાતી બંધુ સમાજમાં ગ્રંથપાલ તરીકે અને ત્યારબાદ કાર્યાધ્યક્ષ તરીકે અને છેવટે પ્રમુખ તરીકે સેવાઓ આપી. તે જ અનેકાન્ત દષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52