Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
A.
પ્રકાશકીય નિવેદન સાત્ત્વિક, જીવન વિકાસલક્ષી અને ઉચ્ચ કોટિનું સાહિત્ય સમાજની છે સેવામાં રજૂ કરવાની સંસ્થાની નીતિ રહી છે. જોકે આ યુગમાં લોકોને આવા છે જ સાહિત્ય પ્રત્યે રુચિ ઓછી છે એ હકીકત છે તો પણ આવા સાહિત્યના 0 માધ્યમથી મનુષ્ય માનવપણું સમજે, તેને ઉમદા જીવન જીવવાની પ્રેરણા મળે, તે સદ્ગણોનો વિકાસ કરી સાચો વિવેક પોતાના જીવનમાં જાગૃત કરે એ માટે છે આવા સાહિત્યને પ્રગટ કરવું અને તેમાં થોડાઘણા લોકોને પણ રુચિ લેતા જ | કરવાનો અમારો સંકલ્પ છે. આમ કરીશું ત્યારે જ રાષ્ટ્રના વિકાસ માટે છે - આપણને ઉત્તમ નાગરિક, નિયમિત વિદ્યાર્થી, સેવાભાવી દાક્તર, સંસ્કારી ( શિક્ષક, નિષ્ઠાવાન સમાજસેવક, ન્યાયપ્રિય ઉદ્યોગપતિ કે સાચા સંતની પ્રાપ્તિ : થશે અને વ્યક્તિગત, કૌટુંબિક, ગ્રામીણ, શહેરી, પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરે
આપણે સુખ-શાંતિનો અનુભવ કરીશું. ૪ ઓછા મૂલ્યની આવી નાની-નાની પુસ્તિકાઓ દૂર-સુદૂર ગામોમાં પહોંચે ન અને સંસ્કારસિંચનનું કામ કરે એ આ જમાનાની તાતી જરૂરિયાત છે; કારણ કે
છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં આપણા જીવનમાં આવેલા અનિચ્છનીય પરિવર્તનોથી : [ આપણી જ સંસ્કૃતિ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે.
દિવાળીના મંગળમય દિવસો દરમિયાન સુવિચારોના સંપુટરૂપ સાત્ત્વિક જ ( સાહિત્ય સમાજની સેવામાં સમર્પિત કરવાની પરંપરામાં નવા વર્ષની આ નવલી છે છે ચોવીસમી લઘુ પુસ્તિકા રજૂ કરતાં અમો પ્રસન્નતા અનુભવીએ છીએ.
આશા છે કે દિવાળીની પુસ્તિકાના પ્રકાશનની સંસ્થાની પરંપરાનો આ છે છે મણકો, ગુજરાતી ભાષા બોલતી-જાણતી દેશની અને વિદેશની જનતા અપનાવશે છે છે અને તેનો સદુપયોગ કરી સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે. છે. આ પુસ્તિકાનું સુંદર સંકલન કરવા, જેમના સત્સાહિત્યમાંથી પ્રેરણા ? તે લીધી છે તે સર્વ મહાનુભાવોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈ-બહેનોનો છે કે અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44