Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ સુખ અને દુઃખના સમયે આપણે યાદ રાખીએ કે યે દિન ભી ચલા જાયેગા’-તો સુખ અને દુઃખમાં યથાશક્તિ સમભાવ રહેશે. “સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.” મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજી જણાવે છે કે સુખદુઃખ એ બંને મનની કલ્પના છે. ભક્તકવિ નરસિંહ મહેતા જણાવે છે કે સુખ-દુઃખ મનમાં ન આણીએ. નૂતન વર્ષે આપણે સૌ સુખ-દુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવાનો સંકલ્પ કરીએ. આપણા સૌનું જીવન પવિત્ર, પ્યારું, ન્યારું, સુવાસિત, સફળ, નીતિમય અને ધર્મમય બને તથા જીવન સફર સરળ, સુગમ અને સફળ બને તેવી નૂતન વર્ષે પરમાત્માને પ્રાર્થના છે. ૪ મિતેશભાઈ એ. શાહ સમાધાન એક દિવસ મેં વિચાર્યું-મારો ઈશ્વર કોણ છે? શી છે મારી પ્રાર્થના? શી છે મારી ભક્તિ? મારી શક્તિનું સ્વરૂપ શું છે? બે મિનિટ મોન અને બે મિનિટ ધ્યાન! અન્તરાત્માનો અવાજ- આત્મા જ મારો ઈશ્વર છે. ત્યાગ જ મારી પ્રાર્થના છે. મૈત્રી જ મારી ભક્તિ છે. સંયમ જ મારી શક્તિ છે. અહિંસા જ મારો ધર્મ છે. મને સમાધાન મળી ગયું. જ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી Jain Education International *૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44