Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ ‘યે દિન ભી ચલા જાયેગા એક રાજા હતો. તેના પડોશી રાજાએ તેના રાજ્ય પર ૧ આક્રમણ કર્યું અને યુદ્ધમાં આ રાજાનો પરાજય થયો. પોતાનો - જીવ બચાવવા બધાને છોડીને તેને જંગલમાં નાસી જવું પડ્યું. ઈ જંગલમાં તે છાતી ફાટ રુદન કરવા લાગ્યો. તે વખતે તેના ગળામાં બાંધેલું માદળિયું તૂટી ગયું. તે માદળિયામાં એક ચિઠ્ઠી હતી. ' રાજાએ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું “યે દિન ભી ચલા જાયેગા” આ વાંચીને રાજાને હિંમત આવી. તેણે સૈનિકો એકઠાં કરી લશ્કર તૈયાર કર્યું અને પડોશી રાજા પર આક્રમણ કરીને કે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. થોડા દિવસો પછી રાજા ભોગવિલાસમાં પડી ગયો અને પ્રજા * પ્રત્યે ઓછું ધ્યાન આપવા લાગ્યો. રાજાનો એક મંત્રી ખૂબ વિચક્ષણ છે હતો. તેણે વિચાર્યું કે રાજા પ્રજા તરફ ધ્યાન આપવાને બદલે જ છે ભોગવિલાસમાં જ અમૂલ્ય મનુષ્યદેહ વેડફી દે તે યોગ્ય નથી. તેણે : રાજાને પૂછયું કે આપ તો લડાઈમાં હારી ગયા હતા, તો એવું શું બન્યું [ કે આપે રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું? રાજાએ માદળિયાની વાત કરતાં જણાવ્યું કે તેમાં લખેલ ‘યે દિન ભી ચલા જાયેગા'-આ વાક્યએ મને : હિંમત આપી ને મેં રાજ્ય પાછું મેળવ્યું. ચતુર મંત્રીએ જણાવ્યું કે હે ( રાજન! અવિનય માફ કરજો, પરંતુ ‘યે દિન ભી ચલા જાયેગા.’ કે અત્યારે આપ ભોગવિલાસમાં પડ્યા છો, પણ આ દિવસો ક્યારે ? # ચાલ્યા જશે અને દુઃખના દિવસો ક્યારે આવશે તેની કોઈને ખબર છે નથી. મંત્રીની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44