________________
ભક
ધર્માચરણની વ્યાખ્યા
“સ્વામીજી! મારું અંતર ખૂબ જ મૂંઝાય છે. આપના પ્રવચનોમાં હું નિત્ય આવું છું. આપના એક એક શબ્દ પર પ્રાણ અર્પિત કરવાનું મન થાય છે. સમાજના સડા સામે આપે જે જેહાદ • જગાવી છે એ ખરેખર અદ્વિતીય છે. હિન્દુસ્તાનની દરિદ્રતાનું • આપે જે દર્શન કરાવ્યું છે એનાથી મારું અંતર દ્રવી ઊઠ્યું છે. આપે ગઈ કાલે જે દૃષ્ટાંત આપ્યું હતું એ આજેય મારી આંખ સામે • તરવરી રહ્યું છે. પોતાના એકના એક મૃત લાડકવાયાના શબને નદીમાં વહેવડાવી દઈ, એના જ કફનથી પોતાની લાજ ઢાંકનાર જનેતાનું નજરે નિહાળેલું જે દૃષ્ટાંત આપે આપ્યું હતું એણે મારી આંખો ઉઘાડી નાખી છે. સ્વામીજી! મારી પાસે જે કંઈ છે એ સર્વસ્વ આપને દાનમાં આપી દેવું છે. ધનિકો અને રાજા-મહારાજાઓ દાન આપીને કૃતાર્થ થાય એમ મારે પણ કૃતાર્થ થવું છે.”
એક ગરીબ માણસ પોતાની જે કંઈ બચત હતી એ સર્વસ્વ ઃ લઈને સ્વામીજી પાસે આવ્યો હતો. ૨કમ તો નાની હતી, પણ એને માટે સર્વસ્વ જેવી હતી.
સ્વામીજીએ એને ખભે પ્રેમભર્યો હાથ મૂકી કહ્યું, “ભાઈ, મેં તમારી પરિસ્થિતિ હું જાણું છું. તમારા પરિવારને માટે આ ૨કમની ખાસ જરૂર છે. મને ખાસ આવશ્યક્તા જણાશે ત્યારે આપની પાસેથી દાન માગીશ. અત્યારે તો આ ૨કમમાંથી આપનાં બાળકોને બરાબર દૂધ પીવડાવો અને ખોરાક આપો.”
Jain Education International
મસા
For Private & Personal Use Only
www.jainelibrary.org