Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 40
________________ પણ સ્વામીજી! આવો મહામૂલો માનવ અવતાર મળ્યો અને પુણ્યદાન ન કરું તો મારો અવતાર એળે ગયો ન કહેવાય?” પેલા ભાઈએ તો પોતાનો આગ્રહ જારી જ રાખ્યો. - સ્વામીજીએ કહ્યું, “જુઓ ભાઈ! એકલા પૈસાથી જ દાનપુણ્ય નથી થતાં. પૈસા કરતાંય તન અને મનથી કરેલી સેવા ઈશ્વરને ચોપડે વધુ લખાય છે. સંજોગાવશાત્ એ પણ ન થઈ શકે છે તો પણ મૂંઝાવું નહિ. જે માણસ પાપ નથી કરતો, અન્યનું બૂરું છે કે નથી ઈચ્છતો, કોઈ દુષ્કૃત્ય નથી કરતો; એ પણ એક જાતનું ! ધર્માચરણ જ છે અને ધર્મના આચરણ જેવું સુકૃત્ય બીજું એકેય તુ નથી.” સ્વામીજીની સભાવભરી શિખામણ પેલા ભાઈને ગળે ? છે આબાદ ઊતરી ગઈ. સ્વામીજીની રજા લઈ, એ પોતાને ઘેર વિદાય થયો. ધર્માચરણની સીધીસાદી પણ સચોટ વ્યાખ્યા છે સમજાવનાર સ્વામીજી હતા - ભારતમાં આર્યસમાજનો પાયો છે છે નાખનાર મહાન ધાર્મિક ક્રાંતિકારી સ્વામી દયાનંદ સરસ્વતી. 4 જીવનમાં ઉતારવા જેવું - 'એક ખૂબ અગત્યનો શબ્દ - “આપણે.” બે ખૂબ અગત્યના શબ્દો - “તમારો આભાર.'' / ત્રણ ખૂબ અગત્યના શબ્દો - “તમને ગમે તો.? 'ચાર ખૂબ અગત્યના શબ્દો – ‘તમારો અભિપ્રાય શું છે? 'પાંચ ખૂબ અગત્યના શબ્દો - “તમે ખૂબ સારું કામ કર્યું.” છ ખૂબ અગત્યના શબ્દો – હું દિલગીર છું, મેં ભૂલ કરી.” == કરી. 1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44