________________
સ
સાચું સ્નાન
એક દિવસ ગુરુ નાનક મર્દનને લઈને ગંગા-જમનાનો સંગમ થાય છે તે પુણ્યભૂમિ પ્રયાગ ગયા.
ખાસ ધાર્મિક દિવસ હોઈ નદીકિનારે ઘણાં લોકો સ્નાન કરવા આવ્યા હતા. ખૂબ ભીડ હતી. એ ભીડમાં નાનકે આસન જમાવ્યું.
મર્દને એકતારો સાધ્યો. નાનકે ભજન ગાવાનું શરૂ કર્યું. તેઓ મીઠા સ્વરે ભગવાનનો મહિમા ગાવા લાગ્યા.
લોકો તેમનાં ભજન સાંભળવા પડાપડી કરવા લાગ્યા.
ત્યાં એક બ્રાહ્મણે દોડતાં આવીને નાનકને કહ્યું, “સમય ઘણો વીતી ગયો છે. મેં તમને ગંગા-સ્નાન કરતાં જોયા નથી. પવિત્ર ગંગામૈયામાં ડૂબકી મારી તમારાં બધા પાપોનો નાશ કરવાની આવી સુંદર તક તમને વારે વારે નહીં મળે. માટે ઉતાવળા જાઓ અને ડૂબકી મારીને આવો.”
નાનક કહે, “ ભાઈ, ડૂબકી મારવાથી પાપ કેમ કરતાંકને ધોવાય? હ્રદયમાં ભરેલી ગંદકી ગંગાજળ કેવી રીતે ધોઈ શકે? સ્નાન દ્વારા સ્વચ્છ થવાય. પવિત્ર કેવી રીતે થવાય ? પવિત્ર તો તે કે જેના હ્રદયમાં ભગવાન વસે છે.”
ભલા બનો અને ભલું કરો' આ વાક્યમાં સર્વ નીતિશાસ્ત્ર તથા ચારિત્ર્યનો સમાવેશ થાય છે. દયા, પરોપકાર અને નીતિ એ ત્રણેયના એકીકરણથી ભલાઈ બને છે. ભલાઈના ઉદય સાથે જ સર્વ ગુણોનો વિકાસ થાય છે. પરોપકાર, દયા તથા સહાનુભૂતિનું કાર્ય એ જ ભલાઈ (સૌજન્ય) છે.
સ્વામી શિવાનંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org