Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 41
________________ 38 8 8 8 8 8 8****###### જાતને વફાદાર બાળક ********** **########### એક વખત એક નાનો બાળક પોતાના પડોશીને ઘરે ગયો. તે વખતે પડોશીના ઘરમાં કોઈ ન હતું. છોકરાએ જોયું કે એક ટોપલીમાં ઘણાં જ સારાં સફરજન રાખેલાં છે. પણ તેણે તો તેને હાથ સરખો • અડાડવાનું ઉચિત ન માન્યું. પડોશી ઘેર પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેના સફરજન અકબંધ-જેવાંને તેવાં જ છે. તેણે છોકરાને પૂછ્યું, ‘કેમ! સફરજન ભાવતાં નથી?’ છોકરાએ કહ્યું, ‘મને સફરજન બહુ ભાવે છે.’ પડોશીએ કહ્યું, “તો પછી તે સફરજન લીધા કેમ નહીં? અહીંયા કોઈ જોનાર તો હતું જ નહીં!” છોકરાએ કહ્યું, “બીજું કોઈ જોનાર હોય કે ન હોય; હું તો જોનાર હતો જ ને! અને હું મારી જાતને કોઈ પણ પ્રકારનું અપ્રમાણિક કામ કરતાં જોવા ઈચ્છતો નથી.” તે છોકરાના આ જવાબથી પડોશી ખૂબ ખુશ થયો. તેણે તે છોકરાને ઘણાં સફરજન આપ્યાં અને કહ્યું, “તું ઘણો સારો બાળક છે. તારે વિશેષમાં એટલું જાણી લેવું • જોઈએ કે ઈશ્વર દરેક ઠેકાણે છે. તે ન હોય એવી કોઈ પણ જગ્યા નથી. તે આપણા સારાં કે નરસાં સઘળાં કામોને જોતો રહે છે. કોઈ પણ ખોટું કામ આપણે એટલા ખાતર પણ ન કરવું જોઈએ કે, કોઈ પણ કામ આખા જગતના સ્વામી પરમેશ્વરથી છાનું રાખી આપણે કરી શક્તા નથી.” Jain Education International ३८ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44