________________
38 8 8 8 8 8 8****######
જાતને વફાદાર બાળક
**********
**###########
એક વખત એક નાનો બાળક પોતાના પડોશીને ઘરે ગયો. તે વખતે પડોશીના ઘરમાં કોઈ ન હતું. છોકરાએ જોયું કે એક ટોપલીમાં ઘણાં જ સારાં સફરજન રાખેલાં છે. પણ તેણે તો તેને હાથ સરખો • અડાડવાનું ઉચિત ન માન્યું. પડોશી ઘેર પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેના સફરજન અકબંધ-જેવાંને તેવાં જ છે.
તેણે છોકરાને પૂછ્યું,
‘કેમ! સફરજન ભાવતાં નથી?’
છોકરાએ કહ્યું, ‘મને સફરજન બહુ ભાવે છે.’
પડોશીએ કહ્યું, “તો પછી તે સફરજન લીધા કેમ નહીં? અહીંયા કોઈ જોનાર તો હતું જ નહીં!”
છોકરાએ કહ્યું, “બીજું કોઈ જોનાર હોય કે ન હોય; હું તો જોનાર હતો જ ને! અને હું મારી જાતને કોઈ પણ પ્રકારનું અપ્રમાણિક કામ કરતાં જોવા ઈચ્છતો નથી.”
તે છોકરાના આ જવાબથી પડોશી ખૂબ ખુશ થયો. તેણે તે છોકરાને ઘણાં સફરજન આપ્યાં અને કહ્યું,
“તું ઘણો સારો બાળક છે. તારે વિશેષમાં એટલું જાણી લેવું • જોઈએ કે ઈશ્વર દરેક ઠેકાણે છે. તે ન હોય એવી કોઈ પણ જગ્યા નથી. તે આપણા સારાં કે નરસાં સઘળાં કામોને જોતો રહે છે. કોઈ પણ ખોટું કામ આપણે એટલા ખાતર પણ ન કરવું જોઈએ કે, કોઈ પણ કામ આખા જગતના સ્વામી પરમેશ્વરથી છાનું રાખી આપણે કરી શક્તા નથી.”
Jain Education International
३८
For Private & Personal Use Only
www.jainelibrary.org