Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 43
________________ ૧ ૨ ૫ ૧. ૨. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા આદ્યસ્થાપક – પ્રેરક : પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી સંસ્થાના મુખ્ય ઉદ્દેશો ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધનપ્રકાશન તથા અનુશીલન. ભક્તિસંગીતની સાધના અને વિકાસ. યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાસ્થ્ય માટેનાં કાર્યોમાં દવાખાનાનાં સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક-મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. પ્રવૃત્તિઓ સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે, સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્ત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૫,૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૪૫ જેટલા નાના-મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. ; આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું ‘દિવ્યધ્વનિ’ નામનું આધ્યાત્મિક મુખપત્ર છેલ્લાં ૨૭ વર્ષથી પ્રગટ થાય છે; જેની કુલ સભ્યસંખ્યા ૫૩૦૦ થી વધુ છે. આ ઉપરાંત વૈવિધ્યપુર્ણ શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ આધ્યાત્મિક અને ગુરુકુળ સંચાલન દ્વારા સંસ્કાર-સિંચક પ્રવૃત્તિઓ વખતોવખત થતી જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44