________________
913
35
ક્રાન્તિકારીની ક્રાન્તિ
ભારત જ્યારે અંગ્રેજ સલ્તનતનું ગુલામ હતું ત્યારની આ પ્રેરક કથા છે. એક નવજુવાન વીર ક્રાન્તિકારીનો કેસ એક અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં ચાલતો હતો.
આજે એનો ફેંસલો આવવાનો હતો.
ક્રાંતિકારી પર રાજ્યદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. અંગ્રેજ ન્યાયાધીશે તેને સજા ફરમાવતાં કહ્યું, “તારે માટે બે સજાઓ છે. એક સજા છે ફાંસીની અને બીજી સજા છે વીસ વર્ષના કારાવાસની. બોલ, આમાંથી તું કઈ સજા ભોગવવી પસંદ કરે છે?”
‘ફાંસીની!’ મંદ મંદ હાસ્ય કરતાં યુવાન બોલ્યો.
“કેમ, તને શું જિંદગી વહાલી નથી? વીસ વર્ષ કારાવાસમાં વિતાવી, તું તારી શેષ જિંદગી નિરાંતે ભોગવી શકીશ. કારાવાસ દરમ્યાન તારી વર્તણૂંક સારી હશે તો સજામાંય છૂટછાટ મુકાશે.”
પેલો યુવાન ખુમારીભર્યા સ્વરે બોલ્યો, “ના, મને જિંદગીથી પણ વહાલું વતન છે. મારો દેશ પ્યારો છે. કાલે મને ફાંસી થશે એટલે મારું મૃત્યુ થશે. મૃત્યુ વખતની મારી અંતિમ ઈચ્છા ક્રાંતિકારી તરીકે જ જન્મવાની છે. એટલે આજથી અઢાર વર્ષ પછી હું જુવાન બની, જુલમી અંગ્રેજો સામે ફરીથી લડીશ. અંગ્રેજોની ગુલામીમાંથી માતૃભૂમિને આઝાદ કરવાનું મારું જીવનધ્યેય પૂર્ણ કરીશ. જો હું બીજી સજાનો અમલ સ્વીકારું તો વીસ વર્ષ સજા ભોગવીને હું કારાવાસમાંથી બહાર નીકળીશ ત્યારે વૃદ્ધ થઈ, સાવ
> <P><b>> • ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org