Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ b રત્નકણિકા જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ છે ‘મા.’ જેના પ્રેમને ક્યારેય પાનખર ન નડે એનું નામ છે ‘મા.’ આવી મા છે ત્રણ-પરમાત્મા, મહાત્મા ને મા. તેં જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતાપિતા તારી પાસે હતા. માતા-પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે. ~ સમયની વ્યવસ્થિત વહેંચણી તે વિજયની મોટી ચાવી છે. જે દિવસે મા-બાપ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ માતા-પિતાના એ આંસુમાં વહી જાય છે. ૐ વહેમના વમળમાં જિંદગીની નાવ ઝોલે ચઢી હોય તો તરત જ ખુલાસાનું હલેસું લેજો. ધન અને ક્ષણ-બેમાં કીમતી કોણ? કરોડોનું ધન ક્યારેક પાછું આવે, વીતેલી ક્ષણ ક્યારેય નહીં. ← વય અને સમય જેવો કોઈ શિક્ષક નથી. હાયનો પૈસો લ્હાય લગાડ્યા વગર ન રહે. ચા અને પાણીને ગાળીને પીનારા તારી સંપત્તિને પણ નીતિની ગરણીથી ગાળજે. સંસ્કાર વિનાની સંપત્તિ એ અંકુશ વગરના હાથી અને બ્રેક વગરની ગાડી જેવી છે. એક્સીડન્ટ ન થાય તે જ આશ્ચર્ય. - પાપનો પૈસો ફ્લેટ આપે રંગીન, સીક્યુરીટી આપે સંગીન, પણ અંદર રહેનારને ભીતરથી ૨ાખે ગમગીન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44