________________
- સત્સંગ એ કલિયુગનું કલ્પવૃક્ષ છે. - જન્માષ્ટમીને જુગારથી, શિવરાત્રિને ભાંગથી ને નવરાત્રિને
વાસનાથી આપણે અભડાવીએ છીએ. છે GP હોય જેના ઘરમાં ક્લેશ, મન ન હોય તેનું ફ્રેશ,
મોટું રહે સદા કાળું મેશ, રહે ક્યાંથી જીવનનો ટેસ? જિંદગીના ત્રણ ભયસ્થાન-ખરાબ સંગ, ખરાબ સાહિત્ય,
ખરાબ સ્થાન. - શંકા એટલે સીમેન્ટની ગુણી, પાણી જેટલું પીવે તેટલી
સોલીડ થાય. - પારકાની ભૂલ અને પોતાનું ભાગ્ય પચાવવું કઠિન છે. ? જિંદગીનું પહેલું કપડું ઝભલું, જેમાં નહોતું ખીરું, જિંદગીનું છેલ્લું કપડું કફન, જેમાં ન હોય ખીસું, છતાં ખીસું જ ખાસ્સા પાપ કરાવે છે. રજાઓમાં હિલ સ્ટેશનની ટૂર કરો છો તો ક્યારેક ઝૂંપડપટ્ટી અને હૉસ્પિટલની પણ ટૂર કરજો. બુદ્ધિનો ઉપયોગ બજારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમાં ! અને શ્રદ્ધાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઈએ. પ્રભુનો દાસ ક્યારેય ન હોય ઉદાસ. ધનને આપણે સાચવવું પડે છે, જ્યારે ધર્મ આપણને સાચવે છે. જે સુખી થવાનો શોર્ટકટ-ગમતું મેળવવું એ નહિ પણ જે મળ્યું છે એને ગમાડવું. નાસીપાસ ન થાઓ, ઘણીવાર ઝૂડાની છેલ્લી ચાવી જ તાળુ છે ખોલી આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org