________________
15
costles
ઈમારતની ઈંટફ
એક. વૃદ્ધ પિતા એકલા રહેતા હતા. પણ, વૃદ્ધાવસ્થાની અસર તબિયત પર વિશેષ થવા માંડી એટલે એમના એકના એક દીકરાની સાથે રહેવા ગયા. ચાર વરસનો પૌત્ર તો, દાદાજી આવવાથી * રાજીરાજી થઈ ગયો.
વૃદ્ધ પિતાના હાથ ધ્રુજતા હતા, દેખાતું પણ ઓછું થઈ ગયું હતું અને ચાલતા પગ પણ લથડતા હતા.
બધા જમવા એક જ ટેબલ પર સાથે બેઠાં. પણ ધ્રુજતા હાથ અને નબળી નજ૨ને લીધે બાપુજીને જમવાનું ફાવતું નહોતું. ચમચીમાં લીધેલું શાક નીચે ભોંય પર પડી ગયું. દૂધનો ગ્લાસ પકડીને પીવા જતાં દૂધ ટેબલ પર ઢોળાયું. આ બધું જોઈને દીકરાનો અને એની વહુનો મૂડ બગડી ગયો.
“આપણે બાપુજીની બાબતમાં કાંઈક કરવું જોઈશે.” દીકરાએ અકળાઈને કહ્યું.
આમાં સાથ પૂરાવતાં પુત્રવધૂ બોલી, “દૂધ ટેબલ પર ઢોળાય, મેં શાક જમીન પર પડી જાય, ખાતાં ખાતાં બધું ગંદુ થઈ જાય એમની : સાથે જમવાનું ફાવે નહિ”
આનો રસ્તો કરવા પતિ-પત્નીએ એક ખૂણામાં નાનું ટેબલ મૂકીને બાપુજીને ત્યાં જુદા જમવા બેસાડવાનું ગોઠવ્યું. બાપુજીએ બે--ત્રણ કાચની ડીશ ફોડી નાખી હતી એટલે એમને લાકડાના • વાડકામાં જમવાનું આપવા માંડ્યું.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org