________________
મિ ઉત્તરાધિકારીની પસંદગી મ
શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનકની વાણીમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સમન્વય થયેલો છે. એમણે આંતરિક સાધના અને તેમાં પણ નામ-સ્મરણને મહત્ત્વ આપ્યું. પોતાના સમયની રાજકીય અને સામાજિક સ્થિતિ વિશે પણ કાવ્યરચનાઓ કરી. એમણે પ્રજાના સર્વતોમુખી ઉત્થાન માટે પ્રયત્નો કર્યા. એકવાર એમણે એમના પુત્રને કહ્યું,
“બેટા! હું ૨ોજ ગુરુશાળાની સફાઈ કરું છું. આજે આ કામ કરવાનું હું ભૂલી ગયો. તું જા અને ગુરુશાળાની સફાઈ કરી આવ.” ગુરુ નાનકના પુત્રને સફાઈ કરવાની વાત પસંદ પડી નહીં. હમણાં જ સ્નાન કર્યું હતું. નવા વસ્ત્રો પહેર્યા હતા. વળી, એ આ રીતે શુદ્ધ થઈને પ્રાર્થના કરવા જતો હતો ત્યાં એને ગુરુશાળા સાફ
કરવાનું ક્યાંથી ગમે? એમાં તો કચરો ઊડે, વસ્ત્રો મેલા થાય અને પુનઃ સ્નાન કરીને ફરી મંદિરમાં જવું પડે. આથી એણે કહ્યું, “પિતાજી! હું પ્રાર્થના કરવા જાઉં છું. સફાઈનું કામ અંગદને સોંપી દેજો.”
*
E
ગુરુનાનકે પોતાના શિષ્ય અંગદને બોલાવ્યો. અંગદે આવીને પ્રણામ કર્યા. ગુરુની આજ્ઞા માગી. ગુરુએ એને સફાઈ કરવાનું કામ સોંપ્યું. અંગદ ગુરુશાળામાં ગયો. બરાબર સફાઈ કરી. ક્યાંય કચરો ન રહે તેનું ધ્યાન રાખ્યું. એ પછી સ્નાન કરીને પ્રાર્થના કરવા બેઠો. ગુરુ નાનકે શિષ્ય અંગદની નિષ્ઠા જોઈ. એનું આજ્ઞાપાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org