Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 25
________________ પક્ષીની ભાષા - સંત ફ્રાન્સિસનું વિશ્વ વાત્સલ્ય માત્ર માનવીઓ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ પશુ, પક્ષી અને પ્રકૃતિને એમના વાત્સલ્યનો ઉષ્માપૂર્ણ અનુભવ થતો હતો. સંત ફ્રાન્સિસ નદીના જળમાં પગ મૂક્તા કે એમની આસપાસ માછલીઓની ભીડ એકઠી થઈ જતી. એટલી બધી માછલીઓ એમના ચરણની આસપાસ ભેગી થતી કે સંતને તે માટે નદી પસાર કરવી મુશ્કેલ બનતી હતી. તેઓ જ્યારે બહાર આ ( ફરતા હોય, ત્યારે પક્ષીઓ એમના ખભા પર બેસતા અને એમની ! આજુબાજુનું વાતાવરણ મધુર કલરવથી ભરી દેતા. સંત ફ્રાન્સિસ પશુ-પક્ષીની ભાષા સમજતા હોય અને તેમની સાથે સતત સંવાદ સાધતા હોય તેમ લાગતું હતું.' સંતના આ સંતત્વને ઓળખવું સહજ નહોતું, આથી વેટિકનના નામદાર પોપે સંત ફ્રાન્સિસને બોલાવ્યા. તેઓ સંત ફ્રાન્સિસનો ( વિરોધ કરતા હતા. કેટલાય માઈલોનો પ્રવાસ ખેડીને સંત ફ્રાન્સિસ પોપની પાસે આવ્યા. સહુની એવી ધારણા હતી કે નામદાર પોપ એમના પર ગુસ્સે થશે. એમને કદાચ કર્યાની કોઈ સજા પણ ભોગવવી પડે. બન્યું એવું કે સંત ફ્રાન્સિસ જેવા પોપના નિવાસસ્થાને આવ્યા કે હજારો પક્ષીઓ એમને વીંટળાઈ વળ્યા. કેટલાક પક્ષીઓ ગાતા હતા તો કેટલાક કલરવ કરતા હતા. કેટલાક પક્ષીઓએ તો સંત * ફ્રાન્સિસના ખભા પર બેસીને ખેલવા માંડ્યું. કેટલાંક આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44