________________
એક સુંદર ૨થ જોઉં છું. રથની અંદર અર્જુન બેઠો છે અને ૨થના સારથિ તરીકે પરમાત્મા શ્રીકૃષ્ણ ઊભા છે અને વારંવાર તેઓ પોતાનું મુખ ફેરવીને અર્જુનને ઉપદેશ આપ્યા કરે છે-આ બધું હું મને દેખાયા કરે છે. એ દ્રશ્ય જોઈને જ મારો આત્મા પુલકિત બની જાય છે અને એમાં હું તલ્લીન બની જાઉં છું.”
આ સાંભળીને ચૈત્યન પ્રભુ તેને ભેટી પડ્યા અને ગદ્ગદ કંઠે બોલી ઊઠ્યાં, “બસ ભાઈ! ગીતાપાઠનો આ જ એક સાચો • અર્થ છે અને તમે એ અર્થને જાણ્યો છે!”
સંકલન : શ્રીમતી નીનાબેન કે. ભાવસાર
ચિંતા
એક માનસશાસ્ત્રીએ માનવી દ્વારા કરાતી ચિંતા અંગે પૃથક્કરણ કર્યું છે, જે આ પ્રમાણે છે : (૧) વાસ્તવમાં જે બન્યું નથી, પણ ભવિષ્યમાં બનશે એવી ધારી લીધેલી બાબતોની ચિંતા ૪૦ ટકા. (૨) ટાળી ન શકાય એવી, ભૂતકાળમાં બની ગયેલા બનાવો અંગેની ચિંતા ૩૦ ટકા. (૩) કોઈ પણ પ્રકારના કારણ વગરની આપણી તબિયત અંગેની ચિંતા ૧૨ ટકા. (૪) નજીવી બાબતો અંગેની ચિંતા ૧૦ ટકા. (૫) સાચે જ કરવા જેવી બાબતોની ચિંતા ૮ ટકા.
ઉપરના પૃથક્કરણ પરથી જણાશે કે ખરેખર કરવા જેવી ચિંતા તો સૌથી ઓછી-માત્ર ૮ ટકા જ છે, જ્યારે મોટા ભાગની એટલે કે ૯૨ ટકા બિનજરૂરી ચિંતાથી આપણે દુ:ખી થઈએ છીએ!
Jain Education International
૨૨ >
For Private & Personal Use Only
R
www.jainelibrary.org