________________
ધરાવીને મારી સ્થિતિમાં પરિવર્તન ન લાવી શકું? જો ‘નેગેટિવ’ વિચારો આવી ગંભીર બીમારી લાવતા હોય તો ‘પોઝિટિવ' વિચારો તંદુરસ્તી કેમ ન લાવી શકે?
એણે જોયું કે ‘પોઝિટિવ' વિચારોનું એક પ્રબળ માધ્યમ હાસ્ય હતું. એ હાસ્ય પામવા માટે તે હાસ્યકથાઓ વાંચવા લાગ્યો અને હાસ્યફિલ્મો જોવા લાગ્યો. મિત્રોને તાકીદ કરી કે એમને કોઈ ટુચકો કે ૨મૂજ મળે તો તરત જ એને મોકલી આપે.
આ ભયાનક બીમારીમાં એને અપાર શારીરિક વેદના થઈ હતી. પરિણામે એ સૂઈ શક્યો નહીં. એણે વેદનામુક્તિ અને નિદ્રાનો નવો ઉપાય શોધી કાઢ્યો. એ દસ મિનિટ સુધી એટલું • ખડખડાટ હસતો કે કલાકો સુધી શરીરની વેદનામાંથી મુક્તિ પામીને નિદ્રાસુખ મેળવતો હતો.
નોર્મન કઝિન્સ એની બીમારીમાથી સાજો થયો; એટલું જ નહીં પણ બીજા વીસ વર્ષ સુધી એ આનંદી, તંદુરસ્ત અને કાર્યરત જીવન જીવ્યો.
૪ ડૉ. કુમારપાળ દેસાઈ “
• આ દુનિયામાં નિર્બળ કોણ? અહંકારી. લોભિયાને બે ગુરુઓ : એક ધુતારો ને બીજી ખોટ.
ભગવાન કોના પર રાજી રહે? જે બધાના દુઃખો લઈ લે ને સામાને સુખ આપે તેના પર.
મતભેદ પાડવા એ જ ‘પોઈઝન’ છે. થવું છે અમર ને પીએ છે પોઈઝન’!
Jain Education International
સંકલન : શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ
૧૨ + ૦ ¢
For Private & Personal Use Only
www.jainelibrary.org