Book Title: Jivan Safar
Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ રર ર ર . '' ' છે ' ! . ' પ્રકાશનું પર્વ | ગુજરાતીમાં આપણે જે “દિવાળી” શબ્દ વાપરીએ છીએ તે “દીપાવલિ' શબ્દ ઉપરથી આવ્યો છે. દીપ શબ્દ “જ્યોતિ”, “પ્રકાશ”, જ્ઞાન”, “મંગળ આદિનો સૂચક છે અને આવલિ એટલે હારમાળા આમ, દિવાળી શબ્દ અનેક દૃષ્ટિકોણથી જીવનમાં મંગળનો સૂચક છે. તન મંગળ હો અર્થાત્ શરીર નિરામય અને સ્વસ્થ રહો વાણી મંગળમય હો એટલે આપણા વચનો કોમળ, સત્ય અને કલ્યાણકારી બનો. લક્ષ્મીરૂપ ધન પણ ગૃહસ્થ માટે મંગળરૂપ છે; [ કારણ કે તે દ્વારા પોતાના ઘરની પાયારૂપ સગવડો તો ઉપલબ્ધ થાય જ છે, પણ તે સાથે દાનધર્મ દ્વારા દીન-દુઃખી-રોગી-અપંગવિધવા-ભૂખ્યા-તરસ્યા, વૃદ્ધ કે મંદબુદ્ધિવાળા મનુષ્યો કે પ્રાણીપંખીઓને સુખ-શાતા ઊપજે; તેમજ શિક્ષણ અને સંસ્કારપ્રેરક કાર્યો અથવા બીજા પણ ધર્મ પ્રભાવનાના કાર્યો કરવામાં તેનો સદુપયોગ કરતા રહીએ તો તે લક્ષ્મી સાર્થક બને છે. જેવી રીતે ઘરની બારીઓને દીવાઓની હારથી શણગારીએ છીએ તેમ જીવનને પણ સત્કાર્યો અને આત્મશાંતિદાયક કાર્યોની હારમાળાઓથી સજાવીએ તો આપણું જીવન પણ સદ્ગણોની સુગંધથી, સુયશથી અને મંગળમય પુણ્ય તથા ચિત્તશુદ્ધિથી પવિત્ર બને. આમ બને ત્યારે જ આપણા જીવનના બધા પાસાઓને મંગળમય બનાવનાર દિવાળી ખરેખર આવી કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44