Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 4
________________ ધર્માવલંબી જિજ્ઞાસુઓને શીખ દાતા-પૂજય આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી (પ્રસ્તુત પુસ્તિકાનું લેખન તૈયાર થતાં આચાર્યશ્રી પાસે નિવેદન કરવા જવાનું થયું તે પ્રસંગે થયેલી વાતચીતના આધારે) જો જિનશાસનની રક્ષા કરવી હશે કે વીતરાગ વિજ્ઞાનની શ્રદ્ધાની વૃદ્ધિ કરવી હશે તો સૌ પ્રથમ દયા અને યતનાને ઘરે ઘરમાં વ્યાપક બનાવો. આજે જૈનધર્મ અવલંબી કુટુંબોમાં યતના નષ્ટ થતી જાય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની હત્યા વ્યાપક બનતી જાય છે. મારા મનને આની વ્યથા અહોરાત્ર ઘેરી વળી છે; કે આ જૈન શાસનનું શું થવા બેઠું છે ? આવી વ્યાપક હિંસા અટકાવવામાં નહિ આવે તો જૈનશાસન નષ્ટ ભ્રષ્ટ થઇ જશે. જીવો સમજતા પણ નથી કે આવાં કુકર્મો કરીને તેઓ સ્વયં કેવા દુ:ખો પામશે ! જીવનની અદ્યતન રહેણીકરણી. આરંભ પરિગ્રહનાં વિપુલ સાધનો, અને તેનાં પ્રલોભનો, તે મેળવવા ગમે તે પ્રકારની કમાણી, વિષયોની તીવ્ર આસકિત અને સ્વાર્થે માનવના જીવને જકડી લીધો છે. દયા અને યતનાના વ્યાપક પ્રચાર વગર જીવોને ઉન્માર્ગેથી પાછા નહિ વળાય. માટે તમે સૌ ઘરે ઘરે વાત પહોંચાડી અને આવી ઘોર હિંસાને દૂર કરવા પ્રયત્ન કરો. તમે બહેનો દ્વારા આ વાત સૌના હૃદય સુધી પહોંચાડો, કેટલીક હિંસા દોષ છતાં અનિવાર્ય બને છે પણ પંચેન્દ્રિય જીવોની હત્યા તો અત્યંત ચિંતાજનક છે, તેથી તો માનવની માનવતા જ પરવારી જશે પછી ધર્મને ટકાવશે કોણ ? માટે યતના પાળો અને પળાવો. (નોંધ: ગુજરાતના ગર્ભપાતના આંકડાઓ સાંભળીને કદાચ તેઓશ્રી પોતાની મર્યાદામાં રહીને એ વાતનો ઉલ્લેખ કરવા માંગે છે એમ આપણે સમજવાનું છે. આ પુસ્તિકામાં એ વિષય જો કે પ્રસ્તુત નથી છતાં પ્રસંગોપાત તેઓની શીખ માની સામાન્યપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુદ્ધિમાન લોકો વિશેષપણે વિચારી લેશે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 112